વેરાવળ ખાતે મુસ્લિમ આગેવાનો દ્વારા કિટ નુ વિતરણ કરવામાં આવ્યું

વેરાવળ ,

વિશ્વભર માં ફેલાયેલ કોરોના વાયરસ બિમારી ના લીધે આવી પડેલ તકલીફ માં સહભાગી થવા ગરીબ બેવા તેમજ અતિ જરૂરતમંદ એવા લોકો ને એક સરસ અને સામાન્ય કુટુંબને બે મહિના સુધી ચાલે તેવી મોટી કીટનું વિતરણ પવિત્ર રમઝાન માસ દરમિયાન કરવામાં આવેલ જેમાં 15 Kg. તેલ નો ડબ્બો,  25 Kg. ચોખા, 25 Kg. ઘઉં, એક શરબત ની બોટલ, એક ટમેટો કેચપ ની બોટલ, એક અચાર ની બોટલ , એક સેવ નુ પેકેટ, ચા, પાપડ નુ પેકેટ, મગ ની દાળ, ચણા ની દાળ, તુવેર ની દાળ, મરચા પાવડર, હળદર, પાવડર, ખાડ નુ પેકેટ, ઘાણા પાવડર, નમક નુ પેકેટ, ખજૂર નું પેકેટ, બેશન નો લોટ ‌જેવી જીવન જરૂરીયાત ની અન્ય વસ્તુઓ તેમજ અમુક ને જરૂરીયાત મુજબની કિટ બનાવી વેરાવળ શહેરના દાતાઓના સાથ અને સહકાર દ્વારા વિતરણ કરવામાં આવ્યું.

આ કિટ નુ વિતરણ કરવામાં લોકડાઉન ની જે દિવસ થી શરૂઆત થઈ તે દિવસ થી આજ સુધી વેરાવળ માં રખડતાં ભિક્ષુકો સાધુ ફકીરો તેમજ દરેક ગરીબ લોકો ને ડોર ટુ ડોર જઈ ને કોઈપણ નાત જાત કે ધર્મના ભેદભાવ વિના ફૂડ પેકેટનું વિતરણ કરી મુસાફરખાના માંથી સેવાકિય કાયૅ કરતી ટીમ ના સભ્યો ફારૂક મલિક પેરેડાઈઝ ગીર સોમનાથ જિલ્લા , કોંગ્રેસ માયનોરીટી ડિપાર્ટમેન્ટ ના ચેરમેન શિદ્દીક ભાઈ મક્કા ( ગોવિંદ પરા વાળા ), ઈમરાન ભાઈ જમાદાર સામાજિક કાર્યકર , ગુલામખાન મ્યુનિસપિલ કાઉન્સિલર, ઈરફાન મુલતાની મુસાફર ખાના ના મેનજર, ઈકબાલ ભાઈ બાનવા પત્રકાર, અબ્દુલ સત્તાર મલિક પેરેડાઈઝ વાળા, ફૂઆદ મલિક, વલીભાઈ જમાદાર, ગુલામ આરાધના તેમજ તેમની ટીમે ભારે જહેમત ઉપાડી આ કાયૅ ને સફળ બનાવ્યું.

રિપોર્ટર : શહિદ મહિડા, જુનાગઢ

Related posts

Leave a Comment