જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ સામાન્ય નાગરિકની જેમ કતારમાં ઊભા રહીને સજોડે મતદાન કર્યું

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ

સમગ્ર રાજ્યની સાથે ગીર સોમનાથ જિલ્લામાં આબાલથી લઈ વૃદ્ધ સુધીના મતદારો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યાં છે, ત્યારે જિલ્લાની ચૂંટણીઓની વ્યવસ્થાઓની વ્યસ્તતાઓ વચ્ચે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા આજે સવારે વેરાવળ ખાતે આવેલ મણીબેન કોટક શાળા ખાતે પહોંચ્યાં હતાં અને સામાન્ય નાગરિકની જેમ કતારમાં ઊભા રહીને સજોડે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

લોકસભાની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૪ અન્વયે ત્રીજા તબક્કાના આજે યોજાયેલા મતદાન કર્યા બાદ કલેક્ટરએ ચૂંટણી માટે એક એક વોટ કિંમતી હોય છે ત્યારે જિલ્લાના તમામ મતદારોને મહત્તમ મતદાન કરીને વિશ્વની સૌથી મોટી લોકશાહીને વધુ મજબૂત બનાવવા અપીલ કરી હતી.

Related posts

Leave a Comment