ગીર સોમનાથ જિલ્લામાં વિશિષ્ટ પ્રકારના ૩૯ મતદાન મથક ઉભા કરાયા

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

    જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં વિશિષ્ટ વિશેષતા ધરાવતા મતદાન મથક ઉભા કરવામાં આવ્યાં છે. જિલ્લામાં બાણેજ,સખી, આદર્શ, દિવ્યાંગ, યુવા, ‘વસુધૈવ કુટુંબકમ‘ જેવી થીમ આધારિત મતદાન મથક પર વિશિષ્ટ વેશભૂષામાં ચૂંટણી સ્ટાફ ફરજ બજાવશે. આવો નજર કરીએ ગીર સોમનાથ જિલ્લાના વિશિષ્ટ મતદાન મથકો પર……..

1) એક મતદાન ધરાવતું બાણેજ મતદાન મથક

જિલ્લામાં ૯૩-ઉના વિધાનસભા મતદાર વિભાગમાં ૩-બાણેજ મતદાન મથક માત્ર ૧ (એક) મતદાર માટે બનાવવામાં આવ્યું છે. આ બાણેજ મતદાન મથક ખાતે તમામ પોલિંગ સ્ટાફ સફેદ ટી શર્ટ તથા ECI ના લોગોવાળા (ચૂનાવ કા પર્વ, દેશ કા ગર્વ) બેઝ સાથે ફરજ બજાવી હતી.

2) ‘વસુધૈવ કુટુંબકમ્’ થીમ પર આધારિત મતદાન મથક

તાલાલા વિધાનસભા મતવિસ્તારમાં ‘વસુધૈવ કુટુંબકમ્’ની થીમ આધારિત માધુપુર-જાંબુર ગામ PVTG (Particularly Vulnerable Trible Group) એફ્રો-એશિયા સીદી સમાજના આદિવાસી લોકો વસવાટ કરે છે. જેની ભાતીગળ સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને માધુપુર-જાંબુર મતદાન મથક ઉભું કરવામાં આવ્યું છે.

 આ મતદાન મથકો પર એફ્રો-એશિયા સીદી સમાજના આદીવાસી લોકોના સાંસ્કૃતિક વારસાને અનુરૂપ પ્રાકૃતિક રંગોથી રંગોળી તેમજ ભીંત ચિત્રો ચિતરવામાં આવ્યાં છે. તથા જંગલ થીમને ધ્યાને રાખી આસોપાલવ / આંબાના પાનથી તોરણ લગાવવામાં આવ્યાં છે. સીદી સમુદાયના સાંસ્કૃતિક વારસાને અનુરૂપ પોસ્ટર-બેનર્સ વગેરે પ્રદર્શિત કરાયા હતા.

 તદુપરાંત, ઢોલ-નગારા સાથે સીદી સમાજના પરંપરાગત ધમાલ નૃત્ય કરી મોટી સંખ્યામાં પારંપરિક પોશાક સાથે સીદી સમાજના મતદારો મતદાન કરવા આવશે. આ ઉપરાંત મતદાન મથક પર સ્ટાફ ટ્રાઇબલ કેપ પહેરીને ચૂંટણી ફરજ બજાવી હતી.

3) યુવા મતદાન મથક:-

જિલ્લામાં વેરાવળ ખાતે એક યુવા મતદાન મથક ઊભું કરવામાં આવશે. આ યુવા મતદાન મથકનો તમામ સ્ટાફ એક સરખી વેશભૂષા સાથે બુથનું સંચાલન કરવામાં આવ્યુ હતુ.

4) સખી મતદાન મથક:-

જિલ્લામાં ૨૮ સખી મતદાન મથક બનાવવામાં આવ્યા છે. આ સખી મતદાન મથકો પર તમામ મતદાન સ્ટાફ તેમજ પોલીસ / સુરક્ષા કર્મચારીઓ મહિલા રહેશે. તેમજ મહિલા સશક્તિકરણની થીમને ધ્યાને રાખી પોસ્ટર્સ-બેનર્સ લગાવવામાં આવશે સાથે જ રંગોળી કરી તોરણ બાંધવામાં આવશે. તેમજ ભાતીગળ સંસ્કૃતિને લગતા ચાકડા, ઘંટી રાખવામાં આવી હતી.

તૈયાર કરવામાં આવેલા તમામ સખીમતદાન મથકો પર મહિલા પોલીંગ સ્ટાફ એકસરખી સાડી પહેરી મતદાનની પ્રક્રિયા કરાવશે.અને તમામ પોલિંગ સ્ટાફ ECI ના લોગોવાળા (ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ) બેઝ સાથે ફરજ બજાવી હતી.

5) આદર્શ મતદાન મથક:-

જિલ્લામાં ચાર આદર્શ મતદાન મથક તૈયાર કરાયા છે. આદર્શ મતદાન મથક વિસ્તારમાં ઢોલ-દાંડી પીટાવી મતદાન જાગૃતિ તેમજ મોડેલ બૂથનો પ્રચાર કરવામાં આવશે. હિટવેવને ધ્યાને રાખી બુથ પર મેડીકલ ટીમ રાખવામાં આવી હતી.

ઉપરાંત બાળકો સાથે મતદાન કરવા આવનાર મહિલાઓ માટે ઘોડીયાઘરની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવશે. તેમજ પુરૂષ તથા સ્ત્રી મતદારો માટે અલગ-અલગ વેઈટિંગ રૂમ/પ્લેસ અને શેડ તથા ખુરશીઓ સાથે બેઠક વ્યવસ્થા રાખવામાં આવશે અને વિવિધ કલર / રંગોળી / પોસ્ટર્સ-બેનર્સ લગાવી રેડ કાર્પેટ બીછાવવામાં આવ્યાં હતાં.

તદુપરાંત, દિવ્યાંગ મતદારો માટે અલગ ટોઇલેટ તેમજ વ્હિલચેરની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ મતદારોને તમામ માહિતી મળી રહે તે મુજબના સાઇન બોર્ડસ લગાવવામાં આવશે અને તમામ પોલિંગ સ્ટાફ સફેદ કલરના ટી શર્ટ તથા ECI ના લોગોવાળા (ચૂનાવ કા પર્વ, દેશ કા ગર્વ) બેઝ સાથે ફરજ પર હાજર રહયાં હતાં.

6) દિવ્યાંગ મતદાન મથક:-

જિલ્લામાં વેરાવળ, રાખેજ, ઉના અને વેલણ ખાતે દિવ્યાંગ મતદાન મથક ઉભા કરવામાં આવ્યાં છે. જેમાં મતદારો માટે અલગ લાઇન તેમજ સહાયક સાથે વ્હિલચેરની વ્યવસ્થા કરવામાં આવશે. તેમજ દિવ્યાંગ મતદાન મથકના મતદારોને ધ્યાને રાખી સક્ષમ એપ વગેરેની રંગોળી કરવામાં આવી હતી.

દિવ્યાંગ મતદારોને મતદાન અંગેની માહિતી મળી રહે તે મુજબના સાઇન બોર્ડસ લગાવવામાં આવ્યા અને પોલીંગ સ્ટાફની મદદ માટે તથા મતદાનની પ્રક્રિયા ઝડપી અને સરળ બને તે માટે વધારાના સ્ટાફની નિમણૂક કરવામાં આવશે. સાથે જ તમામ પોલિંગ સ્ટાફ સફેદ કલરના ટી-શર્ટ તથા ECI ના લોગોવાળા (ચૂનાવ કા પર્વ, દેશ કા ગર્વ) બેઝ સાથે ફરજ પર ઉપસ્થિત રહ્યા હતાં.

Related posts

Leave a Comment