રાજકોટ શહેર સમરસ હોસ્ટેલમાં કોવિડ કેર સેન્ટર ઉભું કરાયું, ૧૦૦૦ બેડની ગોઠવાતી વ્યવસ્થા કરવામાં આવેલ છે.

રાજકોટ,

તા.૧૩.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર જીલ્લામાં કોરોનાના કેસોની સંખ્યા દિન પ્રતિદિન વધતી જઈ રહી છે. દરરોજ જે કેસો સામે આવી રહ્યા હતા. હાલ તેનાથી બેથી ત્રણ ગણા કેસો સામે આવી રહ્યા છે. ત્યારે વધતા જતા કેસોને ધ્યાને લઈને ભવિષ્યમાં જો પરિસ્થિતિ વણસે તો તેના ઉપર કાબુ મેળવવા તંત્રએ અત્યારથી જ કવાયત શરૂ કરી દીધી છે. જેમાં તંત્ર દ્વારા બેડની સંખ્યા વધારવામાં આવી રહી છે. તાજેતરમાં વહીવટી તંત્ર દ્વારા પ ખાનગી હોસ્પિટલને કોવિડ-૧૯ જાહેર કરવામાં આવી હતી.

વધુમાં તાજેતરમાં જીલ્લા કલેકટર દ્વારા કોવિડ કેર સેન્ટરની પસંદગી માટે યુનિવર્સિટી ખાતે ત્રણ સ્થળોની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં સમરસ હોસ્ટેલને ફાઇનલ કરવામાં આવી છે. આ હોસ્ટેલમાં ૧૦૦૦ જેટલા બેડ ગોઠવવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment