રાજકોટ શહેરમાં ખોખડદળ નદીના કાંઠે કારખાનામાંથી વિદેશીદારૂની ૬૦ બોટલ દારૂ સાથે એક બુટલેગરને દબોચી લીધો

રાજકોટ,

રાજકોટ શહેરમાં ખોખડદળ નદીના કાંઠે કારખાનામાંથી વિદેશીદારૂની ૬૦ બોટલ દારૂ સાથે એક બુટલેગરને દબોચી લીધો હતો. જ્યારે એક શખ્સનું નામ ખુલતા પોલીસે તેની શોધખોળ આદરી છે. રાજકોટ શહેર પોલીસ કમિશ્નર તથા સંયુકત પોલીસ કમિશ્ર્નરની સુચનાથી થોરાળા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો.

તે દરમિયાન મળેલી ખાનગી હકીકત આધારે મધુરમ ઈન્ડ્ર. નદીના કાંઠે ખોખડદડના ખુણાના છેડે મનસુખભાઈ હરસોડાના કારખાનામાંથી ભારતીય બનાવટના વિદેશીદારૂનો રૂા.૩૦ હજારની કિંમતની ૬૦ બોટલ સાથે મનસુખભાઈ વાધજીભાઈ હરસોડાને ઝડપી લીધો હતો. તેનો કોરોના ટેસ્ટ કરવા કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ભાવેશ ઉર્ફે કુરકુરીયો મહેન્દ્રભાઈ ગોહેલનું નામ ખુલતા થોરાળા પોલીસે તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment