દામનગર શહેર ખાતે હીરા ની દિશા ને પેલ પાડશે રત્નકલાકારો, બે માસના લાંબા વિરામ બાદ રવિવારે ફરી ધમધમશે હીરા ઉદ્યોગ 

દામનગર,

દામનગર શહેર માં લોકડાઉન થી ૨૨ માર્ચ થી સતત બંધ રહેલ હીરા ઉદ્યોગ તારીખ ૨૪/૫/થી શરૂ થવા જઈ રહ્યો છે. સવાર ના ૭-૦૦ કલાક થી સાંજ ના ૪-૦૦ કલાક સુધી ના સમય દરમ્યાન સરકાર ની ગાઈડ લાઇન્સ અને ધારા ધોરણ થી  હીરા ઉદ્યોગ શરૂ કરવા જિલ્લા ડાયમંડ એશોસીએશન ના લલિતભાઈ ઠુંમર સાથે દામનગર ડાયમંડ એશો. ના અગ્રણીઓ એ કરેલ ચર્ચા વિચારણા બાદ દામનગર શહેર માં હીરા ઉદ્યોગ શરૂ કરવા સ્થાનિક પી.એસ.આઈ સાથે થયેલ વાતચીત માં સરકારની ગાઈડ લાઇન મુજબ હીરા ઉધોગે સોસિયલ ડિસ્ટન્ટ ફરજીયાત, માસ્ક, પાન માવા ખાઈ ને થુંકવા ની મનાઈ, સેનિટાઈઝ એક યુનિટ માં બે વ્યક્તિઓ, ઓફીસ સ્ટાફ ત્રણ વ્યક્તિઓ સાથે કાર્યરત કરવાનો રહેશે. ચેકિંગ દરમ્યાન પાન માવા ખાઈ ને થુંકવા નું માલુમ પડશે તો રૂપિયા બે હજાર નો દંડ, માસ્ક નહિ પહેરનાર ને રૂપિયા ૨૦૦ નો દંડ થશે અને પંદર દિવસ સુધી કારખાનું સીલ કરવા સુધી ના પગલાં લેવામાં આવશે. સરકારના આદેશાત્મક તમામ નિયમો ના પાલન સાથે રવિવાર થી અનેક કારખાનાદારો એ હીરા ઉદ્યોગ શરૂ થવા તૈયારી દર્શાવી છે. બે માસ થી બંધ હીરા ઉદ્યોગ દામનગર શહેરી અને ૨૫ થી વધુ ગ્રામ્ય વિસ્તારો માં હજારો હાથ ને હુન્નર કૌશલ્ય ને રોજગારી આપતો ઉદ્યોગ શરૂ કરવા અનેક કારખાને દારો એ સરકારની ગાઈડ લાઇન્સ હેઠળ શરૂ કરવા તૈયારી દર્શાવી છે.

Related posts

Leave a Comment