રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે તા.૧૨-૦૧-૨૦૨૩ના રોજ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ૨૦૨૩ યોજાશે

હિન્દ ન્યુઝ, રાજકોટ

       મેયરશ્રી ડૉ. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન પરેશભાઈ પીપળીયા એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે તા.૧૨-૦૧-૨૦૨૩ના રોજ સવારે ૦૯:૩૦ કલાકે ધર્મેન્દ્રસિંહજી કોલેજ (ડી.એચ. કોલેજ)ના ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ૨૦૨૩ યોજાશે.

       આ પતંગ મહોત્સવમાં ૧૬ દેશોના ૪૧ કાઈટીસ્ટો જેમકે, ઇન્ડોનેશિયા, મલેશિયા, પોલેન્ડ, નેધરલેન્ડ અને સાઉથ આફ્રિકા જેવા દેશના પતંગબાજો તેમજ ભારતના ૭ રાજ્યોમાંથી રાજસ્થાન, સિક્કિમ, મધ્યપ્રદેશ, પોંડીચેરી, તેલંગણા કર્ણાટક અને ઓડીસ્સાના ૧૮ તેમજ રાજકોટ સહીત ગુજરાતના ૯૯ પતંગબાજો ભાગ લેનાર છે. આ સાથે G20 સમિટનો પણ બહોળો પ્રચાર-પ્રસાર કરવામાં આવશે. સમગ્ર રાજયમાં ૮ થી ૧૪ જાન્યુઆરી દરમ્યાન જુદા જુદા જીલ્લાઓમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે.  

Related posts

Leave a Comment