૮૯ ઘરવિહોણા લોકોને રેનબસેરા ખાતે સ્થળાંતર
હિન્દ ન્યુઝ, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરમાં ઘરવિહોણા લોકોને આશ્રય મળી રહે તે હેતુથી દિનદયાળ અંત્યોદય યોજના – રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજના રાજકોટ શહેરમાં આશ્રયસ્થાન (રેનબસેરા) કાર્યરત છે. આશ્રયસ્થાનોનો લાભ વધુમાં વધુ ઘરવિહોણા લોકો મેળવે તે માટે તા.૦૧/૦૧/૨૦૨૩ થી તા.૦૫/૦૧/૨૦૨૩ દરમિયાન રાજકોટ શહેરના કિસાનપરા ચોક અને રેસકોર્ષ, ઇન્દિરા સર્કલ, ૧૫૦ રિંગ રોડ પાસે દિવસના તથા રાત્રીના સમય દરમિયાન ડ્રાઈવ કરવામાં આવેલ. જેમાં ૮૯ ઘરવિહોણા લોકોને રેનબસેરા અંગે માહિતી પ્રદાન કરી તમામ લોકોને આશ્રય સ્થાન ખાતે સ્થળાંતર કરવામાં આવેલ છે.
આ ડ્રાઈવમાં પ્રોજેક્ટ શાખાના આસી. મેનેજર શ્રી કાશ્મીરા ડી. વાઢેર, સીનીયર કોમ્યુનીટી ઓર્ગેનાઈઝર શ્રી ટી.બી.જાબુકીયા, NULM સમાજ સંગઠકશ્રીઓ, દબાણ હટાવ શાખા, સુરક્ષા શાખાના કર્મચારીશ્રીઓ તથા વોર્ડ ઓફીસરશ્રી તેમજ સંચાલક સંસ્થાઓના પ્રતિનિધિઓ જોડાયેલ હતા. હાલ શિયાળાની ઋતું હોય ઘરવિહોણા લોકોને આશ્રયસ્થાનનો લાભ લેવા તથા શહેરીજનોને પણ ઘરવિહોણા લોકો જોવા મળે તો આશ્રયસ્થાનની જાણકારી આપવા રાજકોટ મહાનગર પાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવે છે.
v આશ્રયસ્થાન/રેનબસેરાનું નામ/સરનામું:
- શાળા નં.૧૦ હોસ્પિટલ ચોક રાજકોટ.
- ડોરમેટરી, ભોમેશ્વર વાડી શેરી નં.૨ રાજકોટ
- બેડીનાકા આજીનદીના કાંઠે રાજકોટ
- મરચા પીઠ ઢોર ડબ્બા રાજકોટ(સ્ત્રિ વિભાગ)
- આજીડેમ ચોકડી જુના જકાતનાકા રાજકોટ
- રામનગર આજીવસાહ ૮૦ ફૂટ રોડ
આ આશ્રયસ્થાનોમાં ઘરવિહોણાં લોકોને રહેવાની નિ:શુલ્ક સુવિધા ઉપરાંત તમામ પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. તેમજ સંચાલક સંસ્થાઓ દ્વારા અન્ય NGOનાં સહયોગથી નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. તમામ આશ્રયસ્થાનોમાં સ્ત્રી અને પુરૂષ વિભાગની અલાયદી વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ ઉપરાંત આશ્રયસ્થાનમાં આશ્રય લેનાર લાભાર્થીઓની આરોગ્ય ચકાસણી, બાળકો માટે આંગણવાડી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં માધ્યમથી શિક્ષણ ની વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવે છે