હિન્દ ન્યુઝ, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઈમરજન્સી શાખા દ્વારા તા. ૦૬-૦૧-૨૦૨૩ના રોજ ચીફ ફાયર ઓફીસર આઇ.વી.ખેર અને ડે.ચીફ ફાયર ઓફીસર બી. જે. ઠેબાના ઉચ્ચ માર્ગદર્શન હેઠળ શહેરની વિવિધ હોસ્પિટલો જેવી કે (૧) આશુતોષ હોસ્પિટલ, ગાયત્રીનગર મેઇન રોડ (૨) પ્રભુ કૃપા હોસ્પિટલ, જયુબિલીની બાજુમા (૩) દેવ હોસ્પિટલ, વિદ્યાનગર મેઇન રોડ (૪)
ઈશા હોસ્પિટલ , સંતકબીર રોડ ,જય ભોજલરામ સોસા-૫ (૫) સિનર્જી હોસ્પિટલ, અયોધ્યા ચોક, ૧૫૦ ફુટ રીંગ રોડ (૬) વિનસ હોસ્પિટલ, કે કે વી હોલ પાસે, કાલાવડ રોડ (૭) વ્રજ હોસ્પિટલ બાલાજી હોલ, ૧૫૦ ફૂટ રીંગ રોડ તેમજ (૮) જીનેસીસ હોસ્પિટલ, રૈયા રોડ, બાપા સિતારામ ચોક, ખાતે રાજકોટ ખાતે ફાયર સેફટી અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ છે.
ઉપરોક્ત મોકડ્રીલ દરમ્યાન વિવિધ ૮ (આઠ) હોસ્પિટલોમાં ડોકટર તથા નર્સીંગ સ્ટાફ તેમજ અન્ય સ્ટાફને ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગના સ્ટેશન ઓફિસર એ.કે.દવે, એફ.આઇ.લુવાની, આર.એ.જોબણ, એમ.કે.જુણેજા, એ.બી.ઝાલા, આર.એ.વિગોરા, એચ. પી. ગઢવી, ઇન્ચાર્જ સ્ટેશન ઓફીસર આર.પી.જોષી તથા લીડીંગ ફાયરમેન અને ફાયરમેન સહિતના સ્ટાફ દ્વારા હોસ્પિટલમાં આગ લાગે ત્યારે શું કરવું અને શું ન કરવું જોઇએ તેમજ આગ બુઝાવવા માટેનાં સાધનો તથા ફાયર એક્ષ્સ્ટીંગ્યુસર નો ઉપયોગ કેવી રીતે કરવો અને દર્દીઓને કઇ રીતે બચાવવા તે અંગે મોકડ્રીલનું આયોજન કરવામા આવેલ