લોકડાઉન બાદ જામનગર રેલ્વે સ્ટેશન ફરી ધમધમશે – તંત્રએ કરી પૂર્વ તૈયારી

જામનગર, 

રેલ્વે સ્ટેશન મા સાફ સફાઈ સાથે બે થી ત્રણ મીટર ના અંતરે ગોલ સર્કલ કરવામાં આવી રહ્યા હતા. આ સર્કલ રેલ્વે સ્ટેશન ના બહાર થી અંદર સુધી કરવામાં આવેલ હતું અને મનોજ કુમાર બહેરા ( રેલ્વે સ્ટેશન-સુપ્રિટેંડેંટ) ના જણાવ્યા મુજબ એવા હજી સુધી કોઈ ઉપર આદેશ આપ્યો નથી કે ત્રણ મે ના લોકડાઉન પછી રેલ્વે વ્યવહાર ચાલુ થાય, પરંતુ તૈયારીના ભાગ સ્વરૂપે છે.

સાથે આ સર્કલ કાર પાર્કિંગ મા અને સ્કુટર પાર્કિંગ મા પણ અમલ કરવામાં આવશે. ગોળ સર્કલ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે કરવામાં આવશે અને જ્યારે પણ પેસેન્જર માટે રેલ્વે વ્યવહાર શરૂ થશે ત્યારે અમુક અને જરૂરી લોકો માટે થશે.

જેમાં પણ જનરલ કોચ નહિ હોય , સ્લીપર ક્લાસ મા પણ વચ્ચે ની બર્થ નહિ હોય, ઉપર-નીચે અને સામે ની સીંગલ કોરોના ની મહામારી ને રોકવા હેતુ રહશે.  હાલમાં માલગાડી જ ચાલી રહી છે જે રિલાયન્સ એસ આર અને મીઠપુર સોલ્ટ માટે જ  છે . 

 

રિપોર્ટર : વિજય અગ્રાવત, જામનગર 

Related posts

Leave a Comment