મહિલા સશક્તિકરણ માટે ઉમદા પગલાં – સંકલ્પ ડીસ્ટ્રીકટ હબનું વિશેષ અવેરનેસ કેમ્પેઈન!

હિન્દ ન્યુઝ, રાજકોટ

     જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, રાજકોટ દ્વારા મિશન શક્તિ યોજના હેઠળ “સંકલ્પ ડીસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન” (DHEW) દ્વારા 📅 તા. ૦૨/૦૯/૨૦૨૫ થી ૧૨/૦૯/૨૦૨૫ દરમિયાન ખાસ “સ્પેશિયલ અવેરનેશ કેમ્પેઈન” યોજાયું.

🎯 મુખ્ય ઉદ્દેશ – મહિલાઓ અને યુવાનોમાં જાગૃતિ લાવવી, સશક્તિકરણ માટે માર્ગદર્શન આપવું અને નવી તકો પૂરી પાડવી.

🌱 આ કાર્યક્રમનો મહત્વપૂર્ણ ભાગ હતો રિજીયોનલ સાયન્સ સેન્ટર, રાજકોટની એક્સપોઝર વિઝિટ –

📚 ત્રંબા ગામની કૃષ્ણા ઇન્ટરનેશનલ સ્કૂલના ૧૦૦થી વધુ ઉત્સાહી વિદ્યાર્થીઓને વિજ્ઞાનની અનોખી દુનિયામાં લઈ જવાયા ।

🔬 વિદ્યાર્થીઓને ૬ ગેલેરીનું અન્વેષણ કરીને વિજ્ઞાનના વિવિધ દ્રષ્ટિકોણ, ટેક્નોલોજી અને નવી શોધોને નજીકથી સમજવાની અનમોલ તક મળી ।

🍽️ ટિકિટ અને ભોજનનો ખર્ચ સંપૂર્ણપણે સરકારશ્રી દ્વારા આપવામા આવ્યો, જેથી તમામ વિદ્યાર્થીઓ સરળતાથી ભાગ લઇ શક્યા।

🎓 આજના યુવાનોને શિક્ષિત અને સશક્ત બનાવીને સરકારી યોજનાઓના લાભ લેવા માટે માર્ગદર્શન આપવું એ સરકારનું મહત્વપૂર્ણ ધ્યેય છે.

 “આજની યુવા પેઢી, દેશનું ભવિષ્ય છે – આવો, સંકલ્પ લઈને વિકાસના રસ્તા પર આગળ વધીએ!” 

Related posts

Leave a Comment