હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
વન્યજીવ સપ્તાહ-૨૦૨૪ની ઉજવણીને અનુલક્ષી ગીર પશ્ચિમ વન વિભાગના કાર્ય વિસ્તાર હેઠળના જુદી જુદી રેન્જોમાં વન તેમજ વન્યપ્રાણીઓ બાબતે ગીર આસપાસના વિસ્તારના લોકોમાં જાગૃતી આવે તે હેતુથી જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
ભવિષ્યની પેઢીમાં વન સંરક્ષણ તેમજ વન્યપ્રાણી સંરક્ષણ બાબતે જાગૃતી આવે તે હેતુથી જયાં વસે વીર, એ આપણું ગીર” ના શિર્ષક હેઠળ નાટય પ્રસ્તુતિ કરી ગીર કાંઠાની આવનારી પેઢીમાં વન્યપ્રાણી સંરક્ષણ બાબતે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે.
વન્યપ્રાણી સપ્તાહ દરમિયાન ગીર પશ્ચિમ વિભાગ હેઠળની તમામ ૧૦ રેન્જમાં તેમજ આ નાટયકૃતિ પ્રસ્તુત કરી લોકોને વન્યપ્રાણી સંરક્ષણ બાબતે જાગૃત કરવામાં આવશે. લોકોને વન્યજીવ સાથે સહ અસ્તિત્વ દ્વારા વન્યજીવ સંરક્ષણ તરફ પ્રેરીત કરવા માટેનો એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત વન્યજીવ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ગીર પશ્ચિમ વન વિભાગ હેઠળની તમામ રેન્જોમાં પ્લાસ્ટીક એકત્રીકરણ, શાળાઓમાં ચિત્ર સપર્ધા, નિબંધ સ્પર્ધા, વૃક્ષા રોપણ, વકતૃત્વ સ્પર્ધા, સેમીનારો, વન્યપ્રાણી સંરક્ષણ અંગેની ડોક્યુમેન્ટ્રીનું પ્રદર્શન જેવા કાર્યક્રમો કરી લોકોને સહ અસ્તિત્વ દ્વારા વન્યજીવ સંરક્ષણ તરફ દોરવાના પ્રયાસો કરવામાં આવે છે.