સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન બાબરીયા ના હસ્તે નવા સી.સી રોડનો શુભારંભ

હિન્દ ન્યુઝ, રાજકોટ

   સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન બાબરીયાએ રાજકોટના વોર્ડ નંબર-૧૧માં વિકાસના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું. મંત્રીએ વોર્ડ નં.૧૧, વગડ ચોકડી, પાળ રોડ ખાતેના વગડ ચોકથી કનૈયા પાર્ટી પ્લોટના નવા સી.સી રોડનો શુભારંભ કરાવ્યો હતો.

    મહાનગરપાલિકા હસ્તકનો આ રોડ રૂ.૬.૭૪ કરોડથી વધુ રકમના ખર્ચે બનશે. રોડ બનવાથી મવડી, અંબિકા ટાઉનશીપ તથા આ વિસ્તારની સોસાયટી તેમજ આસપાસનાં ઔદ્યોગિક વિસ્તારના લોકોને ફાયદો થશે. આ કામ આશરે ૧૩૦૦ રનિંગ મીટર લંબાઇમાં તેમજ ૧૫ મીટર પહોળાઈમાં કરવામાં આવશે.

Related posts

Leave a Comment