એસ.બી.આઈ તાલીમ સંસ્થા દ્વારા ’બ્યુટી પાર્લર મેનેજમેન્ટ’ની રોજગારલક્ષી તાલીમનો શુભારંભ

હિન્દ ન્યુઝ, ભાવનગર

એસ.બી.આઈ. ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા, ભાવનગર, ખાતે ’બ્યુટી પાર્લર મેનેજમેન્ટ’ની રોજગારલક્ષી તાલીમનો આજરોજ શુભારંભ કરવામાં આવ્યો હતો.

જેમાં ગ્રામીણ વિસ્તારના ૫૬ બહેનો આ તાલીમમાં જોડાઇ હતી. તાલીમ કાર્યક્રમના શુભારંભ પ્રસંગે મુખ્ય અતિથી વિશેષ તરીકે જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જયશ્રીબેન જરૂ તથા ડી.એલ.એમ. વિજયસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યાં હતાં.

એસ.બી.આઈ. ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા, ભાવનગરના નિયામકશ્રી જી.એચ.ચૌહાણ દ્વારા તાલીમાર્થી બહેનોને તાલીમ કાર્યક્રમ બાદ સ્વરોજગાર વિકાસ અને ઉદ્યોગસાહસિકતા વિકાસ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે SBI RSETI સ્ટાફના હંસાબેન ચાવડાગોર, નીલેશભાઈ બરોલીયા, ઈશાનભાઈ કલીવડા, રાજુભાઈ પઠાણ, સંજયભાઈ શુક્લા સહિતનાઓ જહેમત ઉઠાવી હતી.

બ્યુરો ચીફ (ભાવનગર) : ડૉ. હકીમ ઝવેરી

Related posts

Leave a Comment