પ્રભાસ પાટણમાં જિલ્લાકક્ષાના કલા મહાકુંભ-૨૦૨૨નુ આયોજન

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ

          પ્રભાસ પાટણમાં જિલ્લાકક્ષાના કલા મહાકુંભ-૨૦૨૨નુ તા.૨૫ તથા ૨૬ ફેબ્રુઆરીના આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તાલુકાકક્ષાએ વિજેતા બનેલા સ્પર્ધકો પોતાની રંગારંગ કૃતિઓ રજૂ કરશે. પ્રભાસ પાટણ ખાતેના સ્વામીનારાયણ ગુરૂકુળમાં સવારે ૦૯ કલાકે યોજાનાર આ કલામહાકુંભામાં તા.૨૫મીના રોજ  રાસ, ગરબા, લોકનૃત્ય, સમૂહગીત, વકતૃત્વ, નિબંધ, ચિત્રકલા, સર્જનાત્મક કારીગરી, ભરતનાટ્યમ, અને કથ્થકની સ્પર્ધા રજૂ કરવામાં આવશે. તા.૨૬મીના રોજ યોજાનાર ૭ સ્પર્ધાઓમાં કાવ્ય લેખન, ગઝલ શાયરી, દુહા-છંદ-ચોપાઈ, લોકવાર્તા, ઓર્ગન, સ્કુલ બેન્ડ અને એકપાત્રિય અભિનયનો સમાવેશ થાય છે. રાજ્યના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર અને કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી ગાંધીનગર દ્વારા આયોજીત આ કલામહાકુંભનુ જિલ્લા યુવા વિકાસ અધિકારી, રમત ગમત કચેરી ગીર સોમનાથ દ્વારા સંચાલન કરવામાં આવી રહ્યું છે. તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.

Related posts

Leave a Comment