ગીર-સોમનાથ જિલ્લામાં ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ રૂા. ૬.૫૪ કરોડની સહાય ચુકવાઇ

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ

     રાજ્ય સરકારની ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજનાના માધ્યમથી ગીર સોમનાથ જિલ્લામાં ૨૪૯૯૪ જેટલી વૈધવ્ય ભોગવતી બહેનોને માસિક રૂ.૧૨૫૦નો પેન્શનનો લાભ મળી રહ્યો છે. આ યોજનાના માધ્યમથી ગંગાસ્વરૂપા બહેનો કોઈના ઓશિયાળા ન રહેતા તેમને કોઈની પાસે આર્થિક મદદ માટે કોઈની પાસે હાથ લાંબો કરવો પડતો નથી. આમ, રાજ્ય સરકારના પ્રયાસોથી ગંગાસ્વરૂપા બહેનો સ્વાવલંબન તરફ ડગ માંડવાની સાથે આત્મસન્માન સાથે પોતાનુ જીવન વ્યાપન કરી રહી છે.

      ગીર સોમનાથ જિલ્લાના મહિલા અને બાળ વિકાસ અધિકારી જણાવે છે કે, ગંગા સ્વરૂપા યોજનામાં પેન્શનની રકમ લાભાર્થી બહેનોના ખાતામાં સીધેસીધી (DBT)ડાયરેક્ટ બેનિફિશયરી ટ્રાન્સફરથી જમા કરવામાં આવે છે. આ યોજના અન્વયે ગીર સોમનાથ જિલ્લામાં કુલ ૨૪૯૪૪ ગંગા સ્વરૂપ બહેનો નોંધાયેલી છે. તેમના ખાતામાં ફેબ્રુઆરી માસમાં રૂ.૬.૫૪ કરોડની આર્થિક સહાયની ચુકવણી કરી દેવામાં આવી છે.

         મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ગંગા સ્વરૂપા આર્થીક સહાય યોજના અમલી છે. જેમાં મહિલાઓ આર્થિક રીતે પગભર બની પોતાનું જીવન વ્યતિત કરી શકે તે માટે દર મહીને તેમને પેન્શનરૂપે રૂા.૧૨૫૦ ની આર્થિક સહાય ચુકવવામાં આવે છે. ગીર સોમનાથ જિલ્લામાં આ યોજનાનો લાભ મહિલાઓને આપવામાં આવી રહ્યો છે. તે અંતર્ગત ચાલુ વર્ષનાં ફેબ્રુઆરી મહિનામાં રૂ. ૬.૫૪ કરોડ સીધા જ લાભાર્થીના ખાતામાં જમા કરવામાં આવ્યા છે.

      આ ઉપરાંત ગંગા સ્વરૂપા બહેનોને પેન્શન સબંધિત કોઈપણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો તેના નિવારણ માટે તેઓ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, ગીર સોમનાથના નંબર ૦૨૮૭૬-૨૮૫૧૫૦ પર સંપર્ક કરી શકે છે. આ મહિલાઓએ પોતાનું પૂરું નામ, ગામ અને તાલુકા સાથે રજૂઆત કરી શકશે. જેથી ઝડપી તેમની સમસ્યાનું નિવારણ લાવી શકાય.

Related posts

Leave a Comment