ગરીબ કલ્યાણમેળો ૨૦૨૧-૨૨ ગરીબ કલ્યાણમેળામાં વિવિધ ૧૬ વિભાગોની ૯૪ જેટલી વિવિધ યોજનાના લાભ અપાશે

હિન્દ ન્યુઝ, ભુજ

          પાત્રતા ધરાવતા લાભાર્થીઓને સીધો લાભ આપવાના ગરીબ કલ્યાણ મેળા હેઠળ કચ્છ જિલ્લામાં ૨૫મી ફેબ્રુઆરીએ ટાઉનહોલ ભુજ ખાતે ગરીબ કલ્યાણ મેળો યોજાશે. જેમાં વિવિધ ૧૬ વિભાગોની ૯૪ જેટલી સહાય યોજનાઓનો લાભ લાભાર્થીઓને અપાશે. રાજ્ય સરકારની લોકકલ્યાણની યોજનાઓનો જરૂરિયાતમંદ લાભાર્થીઓને હાથોહાથ સીધો લાભ આપવાનો ગરીબ કલ્યાણ મેળો, વિધાનસભા અધ્યક્ષા ડો. નિમાબેન આચાર્યના વડપણ હેઠળ યોજાશે. આ મેળામાં લાભાર્થીઓને કોવીડ-૧૯ ગાઇડલાઇન પ્રમાણે મુખ્ય સ્ટેજ તેમજ પેટા ૧૫ સ્ટેજ દ્વારા સંબંધિત વિભાગો દ્વારા લાભાર્થીઓને સહાય વિતરણ કરાશે. અંદાજે રૂ. ૧૬૩ કરોડની શિક્ષણ, સામાજિક ન્યાય અને અધિકારિતા, શ્રમ અને રોજગાર, લીડ બેંક, વન પર્યાવરણ, મહિલા અને બાળ વિકાસ, મહેસુલ, બંદરો અને વાહનવ્યવહાર, અન્ન નાગરિક પુરવઠો અને ગ્રાહકોની બાબતો, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, ઉદ્યોગ અને ખાણ-ખનિજ, કૃષિ અને સહકાર વિભાગ ગ્રામ વિકાસ, પંચાયત અને ગ્રામગૃહ નિર્માણ જેવાં વિવિધ વિભાગોની સહાય ગરીબ કલ્યાણ મેળા હેઠળ અંદાજે ૫૦ હજાર જેટલા લાભાર્થીઓને કચ્છ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કલેકટર પ્રવિણા ડી.કે. ના સીધા માર્ગદર્શન હેઠળ અપાશે એમ ગરીબ કલ્યાણ મેળાના નોડલ ઓફિસર નાયબ જિલ્લા વિકાસ અધિકારી ગૌરવ પ્રજાપતિ દ્ધારા જણાવ્યું છે.

Related posts

Leave a Comment