સણોસરા લોકભારતી લોકવિજ્ઞાન કેન્દ્ર ખાતે મંગળવારથી ‘વિજ્ઞાન સર્વત્ર પૂજયતે’ સપ્તાહ પ્રારંભ

હિન્દ ન્યુઝ, ભાવનગર

કેન્દ્ર સરકાર દ્વારા ‘વિજ્ઞાન સર્વત્ર પૂજયતે’ અંતર્ગત દેશના વિવિધ ૭૫ સ્થાનો પર સાપ્તાહિક આયોજનો થયા છે, જેનો મંગળવારથી પ્રારંભ થઈ રહ્યો છે. ગુજરાતના ત્રણ પૈકી સણોસરામાં લોકભારતી ગ્રામવિદ્યાપીઠના લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા સણોસરા, માઈધાર અને ભાવનગર ખાતે વિજ્ઞાન સમજ હેતુ વિશિષ્ટ આયોજન પ્રારંભ થશે. લોકવૈજ્ઞાનિક અરુણભાઈ દવેના નેતૃત્વ સાથેના આ ઉપક્રમનો પ્રારંભ લોકભારતી સણોસરા ખાતે મંગળવારે સવારે કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સીટીના વડા મહિપતસિંહ ચાવડા તથા ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદના વડા રાજેન્દ્રભાઈ ખીમાણીની મુખ્ય ઉપસ્થિતિ સાથે થશે. એક સપ્તાહના વિજ્ઞાન વિષયના આ સપ્તાહ દરમિયાન વિવિધ કાર્યક્રમો, વ્યાખ્યાન, નિદર્શન વગેરે આયોજનો થયા છે. ભાવનગર જિલ્લાના ઘણાં ગામોના વિદ્યાર્થીઓ તથા વિજ્ઞાન રસિકો જોડાનાર છે.

બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment