“મોટિવેશનલ ટ્રેનર” તરીકે ઓળખાતા કાલાવડ તાલુકાના નિકાવા ગામના નિવાસી યાસીન દોઢિયા

 હિન્દ ન્યુઝ, નિકાવા 

        જામનગર જિલ્લા નાં કાલાવડ તાલુકાના નિકાવા ગામના નિવાસી અને જ્યોતિ સીએનસી ઑટોમેશન લિમીટેડ કંપનીમાં “મિકેનિકલ ડિઝાઇન એન્જીનીઅર” તરીકે કામ કરતા તેમજ “મોટિવેશનલ ટ્રેનર” તરીકે ઓળખાતા યાસીન દોઢિયા એ સુરત સિટી ખાતે ૯ એપ્રિલ ૨૦૨૨ ના રોજ એક “મોસ્ટ પીપલ ઈન સ્પીચ રીલે” કાર્યક્રમ માં ભાગ લીધેલ આ કાર્યક્રમમાં આખા ભારતમાંથી ૧૩૧ સ્પીકર (વક્તાઓ) ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ નો હેતુ “ગિનિસ વર્લ્ડ રેકોર્ડ” બ્રેક કરવાનો લક્ષ્ય હતું. આ કાર્યક્રમ સવારે ૮:૩૦ થી શરૂ થઈ રાતે ૧૧:૦૦ વાગ્યા ની આસ-પાસ પૂર્ણ થયેલ. આ કાર્યક્રમમાં ૧૩૧ સ્પીકર એ “વિકાસશિલ ભારત” મુદ્દા પર “ભારત સરકાર” ની વિવિધ યોજના પર સંબોધન આપ્યું હતું આ કાર્યક્રમ સફળતા પૂર્વક પૂર્ણ થયો હતો. ત્યારબાદ આ કાર્યક્રમની ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધણી કરાવવાની પ્રોસેસ કરવામાં આવી હતી. જુલાઈ ૨૦૨૨ માં ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બ્રેક થયેલ જેનું ઓફિશ્યિલ એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યુ હતુ. આ એનાઉન્સમેન્ટ આવ્યા બાદ ૩૧૩ સ્પીકરને “ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પાર્ટીસીપેશન” ના સિર્ટીફીકેટ આપવામાં આવ્યા હતા. આ સિર્ટીફીકેટ મેળવ્યા બાદ યાસીન દોઢિયા જ્યોતિ સીએનસી ઑટોમેશન લિમીટેડ કંપની ના કર્મચારી હોવાથી આ કંપની ના “CMD” (માલિક) “પરાક્રમસિંહ જાડેજા” ના હસ્તે આ મૂલ્યવાન સિર્ટીફીકેટ યાસીન દોઢિયાને અર્પણ કરવામાં આવ્યું તેમજ અંતઃ કરન પૂર્વક તેમનું સ્વાગત સન્માન પણ કરવામાં આવ્યુ તેમજ જ્યોતિ સીએનસી ઑટોમેશન લિમીટેડ કંપનીના બધા જ સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ પર આ વિગત પોસ્ટ કરવામાં આવી હતી.આ વિગત પોસ્ટ થયા બાદ કંપનીના સહકર્મચારીઓ તેમજ સોશ્યિલ મીડિયામાં સંકળાયેલા તેમના મિત્રો, સ્નેહીજનો દ્વારા તેમને અઢળક શુભેચ્છાઓ આપવામાં આવી હતી.

વધુમાં ૨૫ જુલાઈ ૨૦૨૨ ના રોજ આ ગિનિસ વર્લ્ડ રેકોર્ડની નોંધ હાલના આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા લેવામા આવી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા “એપ્રીસિએશન લેટર” તેમજ શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ

Related posts

Leave a Comment