રાજકોટ શહેર મહાપાલિકાના પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન રાજભા ઝાલા ‘આપ’ માં જોડાયા

રાજકોટ,

રાજકોટ શહેર તા.૨૦.૫.૨૦૨૦ ના રોજ આમ આદમી પાર્ટી ગુજરાતનાં પ્રભારી અને દિલ્હીનાં કેબિનેટ મંત્રી ગોપાલરાયજી અને ગુજરાત પ્રદેશ કોર ટીમ સાથે વીડિયો કોન્ફરન્સથી મિટિંગ કરીને જુદા જુદા ક્ષેત્રના ૨૧ જેટલા પ્રતિષ્ઠિત આગેવાનો એમનાં સમર્થકો સાથે આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે. આ મિટિંગમાં આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ કિશોરભાઈ દેસાઈ, ઉપાધ્યક્ષ ભેમાંભાઈ ચૌધરી અને રાજકોટ શહેર પ્રભારી અજીતભાઈ લોખીલ દ્વારા નવા જોડાનાર આગેવાનોને વિધિવત રીતે પાર્ટીમાં જોડવામાં આવ્યા હતા. આગેવાન રાજભા ઝાલા કે જેઓ પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન રહી ચૂક્યા છે. નૈમીસ પાટડીયા કે જે ઉપપ્રમુખ-શહેર કોંગ્રેસમાં જવાબદારી નિભાવી ચુક્યા છે. જુલી લોઢિયા જે મીડિયા ક્ષેત્રનો વર્ષોનો અનુભવ ધરાવે છે. ચેતનભાઈ કમાણી જેઓ સી.એ છે. રવિભાઈ, દેવાંગભાઈ, અંકુરભાઈ, દુષ્યંતભાઈ, કિરણભાઈ જેવા ઉત્સાહી અને ક્રાંતિકારી વિચારધારા ધરાવનાર પ્રતિભાશાળી યુવાનો આમ આદમી પાર્ટીની વિચારધારા અરવિંદ કેજરીવાલ અને એમની ટીમનાં વિઝનથી પ્રભાવિત થઈને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment