હિન્દ ન્યુઝ, રાજકોટ
જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળિયાના અધ્યક્ષસ્થાને વિંછીયા તાલુકાના મોટી લાખાવડ ગામના સુખનાથ મહાદેવ મંદિર ખાતે તાલુકા કક્ષાનો ૭૬મો વન મહોત્સવ યોજાયો હતો.
સનાળી ગામે ૧૨૮૦૦, વિંછીયા અને પારેવાળા એમ બંને ગામોમાં અનુક્રમે ૫૫૬, દડલી અને જસદણ બંને ગામોમાં અનુક્રમે ૧૦,૦૦૦, ઘેલા સોમનાથ મીનળદેવી મંદિર સામે ૫૦૦૦ એમ કુલ ૩૮,૦૦૦થી વધુ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. ઉપરાંત, જનડા અને લાલાવદર ગામમાં અનુક્રમે ૧૦૦, કોટડા અને ઘેલા સોમનાથ ગામમાં અનુક્રમે ૫૦ એમ કુલ મળીને ૩૦૦ જેટલા પિંજરા સાથે રોપાઓનું વાવેતર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. અર્જુન, સાદડ, અરીઠા, ગરમાળો, કોઠા, આંબલી, લીંબડો, રાવણા, આસોપાલવ, અરડૂસી, પારીજાત, પારસ પીપળો સહિતના જુદા જુદા રોપાઓનું વાવેતર કરાયું છે.
“આપનું એક નાનકડુ પગલું ભવિષ્યને હરિયાળીથી ભરપૂર બનાવી શકે છે. આજે જ તમારા માતાનું નામ લઈને એક વૃક્ષ વાવો અને ‘એક પેડ મા કે નામ ૨.૦’ અભિયાનને સફળ બનાવો!”
