મગફળી ડાયેટરી ફાઇબરનો પણ સારો સ્ત્રોત છે

હિન્દ ન્યુઝ, રાજકોટ

      ૧૦૦ ગ્રામ કાચી મગફળીમાં આશરે ૫૬૭ કેલરી, ૨૫.૮ ગ્રામ પ્રોટીન, ૪૯.૨ ગ્રામ ચરબી (મોટાભાગે મોનોઅનસેચ્યુરેટેડ અને પોલીઅનસેચ્યુરેટેડ) અને ૧૬.૧ ગ્રામ કાર્બોહાઇડ્રેટ્સ હોય છે. મગફળી ડાયેટરી ફાઇબરનો પણ સારો સ્ત્રોત છે, જે ૧૦૦ ગ્રામ દીઠ લગભગ ૮.૫ ગ્રામ, ખાંડ: ~4.7 ગ્રામ, વિટામિન-ઇ, પોટેશિયમ અને મેગ્નેશિયમ, ફોસ્ફરસ, અને કોપર જેવા વિવિધ વિટામિન અને ખનિજો પ્રદાન કરે છે. વિટામિન E એક શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ જે રોગપ્રતિકારક શક્તિ આપે છે અને લોહીના લાલ રક્તકણો બનાવવામાં મહત્વનો ફાળો આપે છે.

નિયાસિન (વિટામિન B3): મગજના જ્ઞાનાત્મક કાર્યમાં ફાળો આપે છે. ફોલેટ: શરીરમાં નવા કોષ બનાવવામાં તથા તેની વૃદ્ધિ માટે મહત્વપૂર્ણ ભાગ ભજવે છે.

પોટેશિયમ: હૃદયના સ્વાસ્થ્યને મદદરૂપ થાય છે. મેગ્નેશિયમ: વિવિધ શારીરિક કાર્યોમાં ભૂમિકા ભજવે છે.

ફોસ્ફરસ: હાડકાના સ્વાસ્થ્ય માટે આવશ્યક છે. તાંબના કારણે શરીરમાં ઉર્જા ઉત્પાદનમાં મદદ મળે છે. બ્લડ સુગર મેનેજમેન્ટના કાર્યમાં તેમના ઓછા ગ્લાયકેમિક ઇન્ડેક્સ સાથે, મગફળી બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરતા લોકો માટે યોગ્ય નાસ્તો છે. 

    હવે તો ગોળ અને મગફળી ખાવાની જૂની પ્રથા પીનટ બટરના સ્વરૂપે બ્રેડ, રોટલી થેપલા સાથે ઉપયોગમાં લેવાઈ રહી છે. તેના કારણે મગફળીની ડિમાન્ડ રાજકોટ જિલ્લામાં પણ વધી છે અને તેના વાવેતર પણ ધરખમ વધારો જોવા મળ્યો છે. રાજકોટ જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષમાં મગફળીનું સરેરાશ ઉત્પાદન ૬૦૮૯.૦૭ મેટ્રિક ટન થયું છે.

     રાજકોટ જિલ્લા ખેતીવાડી અધિકારી તૃપ્તિ પટેલ જણાવે છે કે, રાજકોટ જિલ્લાના કૃષિ અર્થતંત્રને મજબૂત બનાવવામાં મગફળીની ખેતી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મગફળીના વાવેતરમાં યોગ્ય વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવીને, ખેડૂતો વધુ ઉપજની સાથે જમીનની તંદુરસ્તી સુનિશ્ચિત કરી શકે છે. સરકાર દ્વારા ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાવાળા બિયારણ, સંતુલિત ખાતરો અને સમયસર સિંચાઈ પૂરી પાડીને ઉત્પાદકતા વધારવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. સૌરાષ્ટ્ર ઉત્તમ કક્ષાની મગફળીના ઉત્પાદન માટે જાણીતું છે. જેના પગલે રાજકોટ જિલ્લામાં છેલ્લા બે વર્ષોમાં મગફળીનું વાવેતર ૨૪% જેટલું વધ્યું છે. વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન ૨ લાખ ૬૮ હજાર ૨૬૦ હેકટરમાં મગફળીનું વાવેતર થયું હતું, જે ચાલુ વર્ષે ૩ લાખ ૨૯ હજાર ૮૦૦ હેક્ટરમાં રાજકોટ જિલ્લાના ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું છે.

Related posts

Leave a Comment