સુરત જિલ્લા આયુષ વિભાગ દ્વારા પલસાણા તાલુકાના ગંગાધરા ખાતેથી પ્રથમ આયુષ મેળો યોજાયો

હિન્દ ન્યુઝ, સુરત

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, નિયામક આયુષની કચેરી પ્રેરિત, જિલ્લા આયુષ વિભાગ સુરતના સંયુકત ઉપક્રમે પલસાણા તાલુકાના ગંગાધરાના હરિધ્યાન સ્મૃતિભવન ખાતે આયુષ મેળો યોજાયો હતો. આ પ્રસંગે ધારાસભ્ય ઇશ્વરભાઇ પરમાર, તાલુકા પંચાયત પલસાણાના પ્રમુખ શ્રીમતિ વૈશાલીબેન પટેલ અને ઉપપ્રમુખ સંદીપભાઈ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. ગંગાધરા હાઇસ્કૂલના આચાર્ય સ્ટાફ અને તમામ બાળકો સાથે અનેક અન્ય મહાનુભાવો એ હાજરી આપી. આ મેળામાં જિલ્લાના આયુર્વેદ અને હોમિયોપેથી પ્રેમી પ્રજાજનોએ આયુર્વેદ અને હોમિયોપેથી, સુવર્ણપ્રાશન, સંશમની વટી અને આર્સેનિક આલ્ક તથા ઉકાળાનો મોટી સંખ્યામાં લાભાર્થીઓએ ભાગ લીધો હતો. નિશુલ્ક આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પમાં જનરલ ઓ.પી.ડી, બાળકોના રોગો, સ્ત્રીઓના રોગો, વૃદ્ધોના રોગોના તમામ રોગોની આયુર્વેદ અથવા હોમિયોપથી પદ્ધતિથી સારવાર આપવામાં આવી હતી. ખાસ અગ્નિકર્મ, યોગ નિદર્શન, વનસ્પતિ નિદર્શન અને શાળા આરોગ્ય શિક્ષણની થીમ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતુ.

Related posts

Leave a Comment