ગુજરાત સરકારના માહિતી વિભાગ દ્વારા પ્રકાશિત થતું “ગુજરાત પાક્ષિક” સ્પર્ધાત્મક યુગમાં યુવાનો માટે પથદર્શક સમાન

હિન્દ ન્યુઝ, બોટાદ આજના સ્પર્ધાત્મક યુગમાં યુવાનો માટે પથદર્શક સમાન ગુજરાત સરકારશ્રીનાં માહિતી વિભાગ દ્વારા પ્રકાશિત થતું “ગુજરાત પાક્ષિક” રાજ્યમાં ખૂબ જ લોકપ્રિયતા ધરાવે છે. આ સામયિકમાં મુખ્યત્વે ગુજરાત સરકાર દ્વારા ચાલતી યોજનાઓ અને સરકારના વિવિધ વિભાગોમાં થતા લોકોપયોગી કાર્યોનાં અહેવાલ અને માહિતી જન-જન સુધી પહોંચાડવામાં આવે છે. રાજ્યનાં ખૂણે-ખૂણે પહોંચતાં આ પાક્ષિકમાં ગુજરાત રાજ્ય અને ગુજરાતની પ્રજાને આવરી લેતાં વિષયોને પ્રાધાન્ય આપવામાં આવે છે. દર વર્ષે દિવાળીના તહેવારો દરમ્યાન પ્રગટ થતો દીપોત્સવી અંક રાજ્યભરમાં પોતાની આગવી પ્રતિષ્ઠા ધરાવે છે. તેમાં સમાવિષ્ટ અભ્યાસપુર્ણ વિષયો, નિબંધ, હાસ્યનિબંધ, નાટિકા, નવલીકાઓ અને કાવ્યો…

Read More

બોટાદ જિલ્લામાં નિરોગી પશુઓમાં રોગનો ફેલાવો ન થાય તે માટે ૧,૪૯,૬૪૨ પશુઓને લમ્પી વાઇરસ વિરોધી રસીકરણથી રક્ષીત કરાયાં

બોટાદ બોટાદ જિલ્લામાં ૧૨૧ ગામોમાં ૧૬૦૫ જેટલા પશુઓ લમ્પી વાઇરસથી સંક્રમિત થયેલા છે ત્યારે જિલ્લા નાયબ પશુપાલન નિયામક ડૉ.આર.જી.માળીના માર્ગદર્શન હેઠળ જિલ્લા પશુપાલન વિભાગ અને મધુસુદન ડેરી દ્વારા પશુઓમા જોવા મળી રહેલ લમ્પી રોગને અટકાવવા માટે બોટાદ જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આ રોગ પર સત્વરે નિયંત્રણ લાવી શકાય તે હેતુથી જિલ્લામાં અસરગ્રસ્ત ગામના નિરોગી પશુઓમાં રસીકરણની કામગીરી કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, બોટાદ તાલુકામાં-૪૬૭, ગઢડા તાલુકામાં-૮૦૯, રાણપુર તાલુકામાં-૩૦૭ અને બરવાળા તાલુકામાં-૨૨ સહિત જિલ્લામાં કુલ-૧૬૦૫ જેટલાં પશુઓ લમ્પી વાઇરસથી સંક્રમિત થયેલા છે. આ ઉપરાંત જિલ્લામાં નિરોગી પશુઓમાં…

Read More

સરકારી કુમાર છાત્રાલયમાં પ્રવેશ મેળવવા વિદ્યાર્થીઓ તા.૩૧ ઓગસ્ટ સુધી અરજી કરી શકશે

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ ખાતે નવનિર્મિત વિકસતી જાતિ કલ્યાણ ખાતું(ગુ.રા)ગાંધીનગર સંચાલિત સરકારી કુમાર છાત્રાલયમાં (વિકસતી જાતિ) સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તથા આર્થિક પછાત વર્ગોના વિદ્યાર્થીઓ માટે પ્રવેશ શરૂ છે. આ છાત્રાલયમાં ધો. ૧૧ અને ૧૨ તેમજ કોલેજ કક્ષાનાં ઉચ્ચ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા સા.શૈ.પ.વ. / આ.પ.વ.ના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે રહેવા જમવાની સુવિધા આપવામાં આવે છે. આ છાત્રાલયમાં પ્રવેશ મેળવવા શાળા/કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તા.૩૧ ઓગસ્ટ સુધીમાં બોટાદ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિકસતી જાતિ)ની કચેરી વીંગ-એ, બીજો માળ પાસેથી અરજી ફોર્મ મેળવી સાધનીક પુરાવા સાથે જિલ્લા કચેરીને ઓફલાઇન અરજી જમા કરાવાની…

Read More

ભદ્રાડા ગામની મુલાકાત દરમ્યાન ગ્રામજનો સાથે સંવાદ કરતાં કેન્દ્રીય મંત્રીશ્રી પિયુષ ગોયલ

હિન્દ ન્યુઝ, રાધનપુર કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલની પાટણ મુલાકાતનો આજે બીજો દિવસ છે. સવારે કાલિકા માતાનાં દર્શનથી પ્રવાસની શરૂઆત કરી હતી. જે બાદ રાણકી વાવ અને પટોળા હાઉસની મુલાકાત લીધાં બાદ મંત્રી પિયુષ ગોયલ પાટણ તાલુકાનાં ભદ્રાડા ગામની મુલાકાતે ગયા હતાં. જયાં તેઓનો સ્થાનિક લોકોએ પોતાના પરંપરાગત વેશભૂષા પહેરાવતા મંત્રી નવો અંદાજ જોવા મળ્યા હતા. પાટણ પ્રવાસનાં બીજા દિવસે ભદ્રાડા ગામની મુલાકાતે આવેલા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલનું ગ્રામજનો દ્વારા ઢોલ-નગારાની સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. કેન્દ્રીય મંત્રીશ્રીની સાથે આરોગ્યમંત્રી ઋષિકેશભાઇ પટેલ પણ કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા. કેન્દ્રીય મંત્રી ને…

Read More

ભાવનગર કન્ટેઈનર નિર્માણનું હબ બનવા તરફ અગ્રેસર

હિન્દ ન્યુઝ, ભાવનગર કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ તેઓ જ્યારે શિપિંગ મંત્રાલયના મંત્રી હતાં ત્યારે ભાવનગરને કન્ટેઈનરનું હબ બનાવવા માટે એક વર્ષ પહેલાં કરેલાં આહવાનને સાનુકૂળ પ્રતિભાવ આપીને ભાવનગર હવે કન્ટેનર નિર્માણનું હક બનવા જઈ રહ્યું છે. આ માટે કન્ટેઈનરના નિર્માણની ફેક્ટરીઓની રૂબરૂ મુલાકાત માટે આજે કન્ટેઈનર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા(કોનકોર)ની ટીમ કોનકોરના સી.એમ.ડી. વી. કલ્યાણ રામાના નેતૃત્વમાં ભાવનગર જિલ્લાના પ્રવાસે આવી હતી. ટીમે વરતેજ ખાતે આવળકૃપા પ્રા. લિ. અને જુના બંદર ખાતે મેસર્સ મોહનલાલ ગોપાલજી પટેલ કંપનીની મુલાકાત લઈને કન્ટેઈનર બનાવવાની સુવિધાઓનું ઝિણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. ભાવનગર ખાતેની આ કંપનીઓ…

Read More

સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા જિલ્લાના ઉદ્યોગપતિઓ વચ્ચે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ યોજાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SCCI) ભાવનગરનાં વેપાર-ઉદ્યોગનાં વિકાસ માટે કટિબદ્ધ છે અને આ દિશામાં અવિરત પ્રયત્નો અને પ્રવૃત્તિઓ કરી રહેલ છે. જુલાઈ-૨૦૨૦ માં કિરીટભાઈ સોનીએ પ્રમુખપદનો કાર્યભાર સંભાળ્યા પછી કોરોનાકાળ દરમિયાન પણ આ પ્રયત્નો વધારે વેગવંતા બન્યાં હતાં. ભાવનગરમાં નવા ઉદ્યોગોની સ્થાપના થાય અને તેના માધ્યમથી આર્થિક અને રોજગારીમાં ઉન્નતી થાય તે દિશામાં ચેમ્બર સતત પ્રયત્નશીલ છે અને તેમાનો એક પ્રયત્ન ભાવનગરને કન્ટેઈનર મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાનો છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનાં “આત્મનિર્ભર ભારત અભિયાન” અંતર્ગત ભાવનગર જીલ્લાના પનોતા પુત્ર અને કેન્દ્રનાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ…

Read More

જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, ભાવનગર દ્વારા રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, ભાવનગર જીલ્લા કાનૂની સેવા સત્તામંડળ,ભાવનગર દ્વારા તા.૧૩/૦૮/૨૦૨૨ ને શનિવારના રોજ નાલ્સા (સુપ્રિમ કોર્ટ) અને રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ (હાઈકોર્ટ) ના આદેશ અનુસાર રાષ્ટ્રીય લોકઅદાલત નું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં કુલ રૂ. ૫.૨૭ કરોડ સમાધાનની રકમ દ્વારા કુલ ૧૩,૦૭૨ કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. એલ.એસ.પીરઝાદા, જિલ્લા ન્યાયાધીશ અને અધ્યક્ષ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ભાવનગરના માર્ગદર્શન અનુસાર કોર્ટોમાં લોક અદાલત યોજાઈ હતી. જેમાં સમાધાન પાત્ર ફોજદારી કેસો, મોટર એક્સીડન્ટ કલેઈમ પીટીશન, ચેક રીટર્ન કેસો, દેવા વસૂલાતને લગતા દિવાની તકરારના કેસો સહિત સમાધાનલાયક કેસો મુકાયાં હતાં. જેમાં ૨૭ મોટર…

Read More

જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, ભાવનગર દ્વારા રાષ્ટ્રીય લોક અદાલત તા.૧૨/૧૧/૨૦૨૨ નાં રોજ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, નવી દિલ્હી તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદનાં આદેશાનુસાર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ભાવનગર દ્વારા ભાવનગર ખાતે કાર્યરત તમામ અપીલ અદાલતો તથા સીનીયર તથા જુનીયર દિવાની અદાલતોમાં તથા તાલુકા ખાતે કાર્યરત વિવિધ અદાલતોમાં તા.૧૨/૧૧/૨૦૨૨ નાં રોજ “ રાષ્ટ્રીય લોક અદાલત ” યોજાનાર છે. ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદ દ્વારા ઈ–મેમોના કેસો પણ પ્રિ-લીટીગેશનથી નિકાલ થઈ શકે તેમ છે અને જે તે પક્ષકારોની સામે કોર્ટમાં કેસ દાખલ કર્યા વિના પણ તા.૧૨/૧૧/૨૦૨૨ની રાષ્ટ્રીય લોક અદાલત યોજાય તે પહેલા પ્રિ-લીટીગેશનથી…

Read More

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરાઈ

હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા રાજકોટ શહેરમાં શ્રાવણ માસના તહેવારોને અનુલક્ષીને 4 દિવસ દરમિયાન રેસકોર્સ મેદાનમાં આયોજિત લોકમેળાના ચેકિંગ દરમિયાન કુલ ૧૧૮ સ્ટોલ પરથી વાસી અખાધ્ય ચીજો જેવી કે પ્રિપેર્ડ ફૂડ, મસાલા, ખુલ્લા વાસી કાપેલા ફ્રૂટ્સ, ઉપયોગમાં લેવાતા દાજીયા તેલ તથા લેબલમાં જરૂરી વિગતો દર્શાવ્યા વગરની પેક્ડ ખાધ્ય ચીજોનો કુલ મળીને અંદાજિત ૫૭૦ kg જથ્થાનો નાશ કરવામાં આવેલ છે. લોકમેળામાં કુલ ૧૧૮ ટેમ્પરરી ફૂડ લાઇસન્સ તથા ૮ પ્રાઈવેટ મેળામાં આપવામાં આવેલ ટેમ્પરરી લાઇસન્સ અન્વયે કુલ રૂ.૩૫,૪૦૦/-ની વસૂલાત થયેલ છે. • ૮ પ્રાઈવેટ મેળાના ફૂડ સ્ટોલના ચેકિંગ દરમિયાન…

Read More

ભજન,ભોજન અને ભાવનો ત્રિવિધ સંગમ કોટિયા ગૌધામ આશ્રમ

હિન્દ ન્યુઝ, ભાવનગર  સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સંતોની ભૂમિ તરીકે સમગ્ર વિશ્વના નકશા પર સુખ્યાત છે. અહીં અનેક ધાર્મિક સંસ્થાનો સેવા સંસ્કાર અને ભાવ- ભોજનથી આજે પણ ધમધમી રહ્યા છે.તેથી કવિઓએ આ ભૂમિમાં ભગવાનને ભૂલો પડવાં માટે આપણાં સાહિત્યમાં કહેવામાં આવ્યું છે. મહુવા તાલુકાના કોટિયા ગામની ડુંગરમાળાઓમાં નયનરમ્ય સ્થળ પૂ. લહેરગીરીબાપુએ વિકસિત કરેલું સ્થળ એટલે ગુરુદત આશ્રમ કોટિયા ગોધામ….પાલીતાણાના ઠાડચથી કુંઢડા થઈને લગભગ ૧૦ કિલોમીટરના અંતરે આવેલું ગીરીકંદરાઓની રમણીય આ અનોખું સ્થળ શ્રાવણ મહિનામાં વિશેષ દર્શનનીય બને છે. દર વર્ષે અહીંના સ્થાનાપતિ અને મહંત પુ.લહેરગીરીબાપુ ગુરુ શ્રી મોહનગીરીબાપુ દ્વારા શ્રાવણ મહિનામાંના…

Read More