હિન્દ ન્યુઝ, બોટાદ
બોટાદ ખાતે નવનિર્મિત વિકસતી જાતિ કલ્યાણ ખાતું(ગુ.રા)ગાંધીનગર સંચાલિત સરકારી કુમાર છાત્રાલયમાં (વિકસતી જાતિ) સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તથા આર્થિક પછાત વર્ગોના વિદ્યાર્થીઓ માટે પ્રવેશ શરૂ છે. આ છાત્રાલયમાં ધો. ૧૧ અને ૧૨ તેમજ કોલેજ કક્ષાનાં ઉચ્ચ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા સા.શૈ.પ.વ. / આ.પ.વ.ના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે રહેવા જમવાની સુવિધા આપવામાં આવે છે.
આ છાત્રાલયમાં પ્રવેશ મેળવવા શાળા/કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તા.૩૧ ઓગસ્ટ સુધીમાં બોટાદ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિકસતી જાતિ)ની કચેરી વીંગ-એ, બીજો માળ પાસેથી અરજી ફોર્મ મેળવી સાધનીક પુરાવા સાથે જિલ્લા કચેરીને ઓફલાઇન અરજી જમા કરાવાની રહેશે તેમ બોટાદના જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી વિકસતી જાતિની યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ