થરાદમાં જાગેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસમાં આખો મહિનો યજ્ઞ આયોજન

હિન્દ ન્યુઝ, થરાદ બનાસકાંઠાના થરાદમાં જાગેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસમાં આખો મહિનો એકજ શિવ ભક્ત દ્વારા યજ્ઞ આયોજન કરવામાં આવતાં દર્શનાર્થે ભક્તોની ભીડ ઉમટી. થરાદના સુથારા શેરીમાં આવેલ પ્રાચીન શિવ મંદિર એટલે જાગેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે જેમાં દર વર્ષે પવિત્ર શ્રાવણ માસમાં આખો મહિનો દર્શનાર્થે આવતા શિવ ભક્તોની ભીડ જોવા મળી રહેતી હોય છે ત્યારે શિવ ભક્ત ખોડાજી રાજપૂત દ્વારા આ વર્ષે આખો શ્રાવણ માસ એટલે એકમથી અમાવશ્યા સુધી ભગવાન ભોલેનાથના મંદિરે યજ્ઞનું આયોજન કરી ભુદેવોના મંત્રોચ્ચાર સાથે યજ્ઞ આહુતિ આપવામાં આવી રહી છે જેથી મોટી સંખ્યામાં ભૂદેવો…

Read More

 રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા મસાલા પાવડરની ચકાસણી હાથ ધરવામાં આવેલ

હિન્દ ન્યુઝ, રાજકોટ  રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા તા.૩૧/૦૩/૨૦૨૨ ના રોજ નવી દરજી બજાર, કાપડ માર્કેટ પાછળ, મહાવીર કોમ્પ્લેક્ષ ઓફિસ નં ૩૦૧–૩૦૨, પરાબજાર, રાજકોટ મુકામે આવેલ આશીર્વાદ માર્કેટિંગ પેઢીમાંથી ‘લાલ મરચા પાવડર (લૂઝ)‘, ‘હળદર પાવડર (લૂઝ)‘, ‘ધાણાજીરું પાવડર (લૂઝ)‘ નો જથ્થો શંકાસ્પદ જણાતા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે રાખી મસાલા પાવડરની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જે નમૂનામાં પ્રાથમિક રીતે કલરની ભેળસેળ માલૂમ પડેલ. સદરહુ જથ્થામાથી સ્થળ પર ત્રણેય ખાદ્યચીજના નમૂનાઓ FDCA, ગુજરાત રાજ્યના આદેશ અનુસાર ગુજરાત લેબોરેટરી શાહીબાગ અમદાવાદને તરફ પૃથ્થકરણ અર્થે મોકલી આપેલ ગુજરાત લેબોરેટરી-અમદાવાદના રીપોર્ટ મા ત્રણેય ખાદ્યચીજના નમૂનાઓ કન્ફર્મ (પાસ) જાહેર કરેલ. જે પૃથ્થકરણ રિપોર્ટના…

Read More

શેલ્ટર હોમ સ્ટેટ લેવલ મોનીટરીંગ કમિટીના ચેરમેન પી.કે.તનેજા દ્વારા રાજકોટ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ,  રાજકોટ  શેલ્ટર હોમ સ્ટેટ લેવલ મોનીટરીંગ કમિટીના ચેરમેન પી.કે.તનેજા (રીટાયર્ડ આઈ.એ.એસ.) દ્વારા રાજકોટ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૨નાં રોજ ઘરવિહોણા લોકો માટેના આશ્રયસ્થાનોની સમીક્ષા બેઠક સર્કિટ હાઉસ રાજકોટ ખાતે યોજવામાં આવેલ હતી. આ બેઠકની શરૂઆતમાં રાજકોટ મહાનગરપાલિકાનાં કમિશનર અમિત અરોરા તથા પ્રાદેશિક કમિશનરની કચેરી, નગરપાલિકા રાજકોટ ઝોનના પ્રાદેશિક કમિશનર ધીમંત વ્યાસ દ્વારા ચેરમેન પી.કે.તનેજાનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવેલ હતું. ત્યારબાદ મ્યુનિ. કમિશનર દ્વારા શબ્દોથી સ્વાગત કરી રાજકોટ શહેર ખાતે કાર્યરત આશ્રયસ્થાનોની વિવિધ કામગીરીનું નિદર્શન કરી આશ્રયસ્થાનોની વિવિધ પ્રવૃત્તિથી ચેરમેનને માહિતીગાર કરવામાં આવેલ હતા તથા આ તકે પ્રાદેશિક કમિશનરની કચેરી, નગરપાલિકાઓ રાજકોટ ઝોનના આશ્રયસ્થાનોમાં…

Read More

કચ્છના અંજારમાં ‘વીર બાળક સ્મારક’નું વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકાર્પણ કરશે

હિન્દ ન્યુઝ, ગાંધીનગર ૨૬ જાન્યુઆરી ૨૦૦૧માં આવેલા ભૂકંપના લીધે કચ્છના અંજાર શહેરમાં શાળાના 185 બાળકો અને 20 શિક્ષકો એક રેલીમાં જઇ રહ્યા હતાં ત્યારે આસપાસની ઇમારતોના કાટમાળ નીચે દટાઇ જવાથી મૃત્યુ પામ્યા હતાં. આ ઘટનાની કરૂણતાની નોંધ સમગ્ર વિશ્વમાં છવાઇ હતી. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ, આ બાળકોની સ્મૃતિમાં આ સ્મારક બનાવવાની જાહેરાત કરી હતી. હવે આ સ્મારક અંજાર શહેરની બહાર તૈયાર થઇ ગયું છે અને ૨૮ ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેનું લોકાર્પણ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આ સ્મારકના નિર્માણકાર્યને આખરી ઓપ આપવામાં આવ્યો છે.  લોકાર્પણ પ્રસંગે દિવંગતોના પરિવારના…

Read More

રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલના ધો.૫ અને ધો.૧૦ના વિદ્યાર્થીઓને ધનુર-ડિપ્થેરિયા રસી અપાઈ

હિન્દ ન્યુઝ,  ગીર સોમનાથ      ગીર સોમનાથ જિલ્લાના ૧૦ વર્ષની ઉંમરના અને ૧૬ વર્ષના બાળકોનું વહેલી તકે Td વેક્સીનેશન સુનિશ્ચિત કરવા માટે વેરાવળ તાલુકાના રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ મેડીકલ ટીમના ડો.ઈશ્વર ડાકી, ડો.વિએના જિંજુવાડીયા તથા ફાર્માસિસ્ટ દિવ્યાબેન મહેતા દ્વારા તાલુકા હેલ્થ ઓફિસર ડો.એ.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ વેરાવળ તાલુકાની આદિત્ય બિરલા પબ્લિક સ્કુલ (ABPS)માં ધોરણ ૫ અને ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓને ૨૫ ઓગસ્ટનાં રોજ TD વેક્સીન આપવામાં આવી હતી. નોંધનીય છે કે, ભારત સરકાર દ્વારા સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમમાં ધનુર (TTTTTT) રસીની જગ્યાએ ધનુર એન્ડ ડીપ્થેરીયા(Td) રસીનો સમાવેશ કરવાનો નિર્ણય ૨૦૧૯માં લેવામાં…

Read More

વરસાદે વિરામ લેતા જ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા કોડીનાર-સોમનાથ રસ્તાનું સમારકામ શરૂ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ જિલ્લાના કેટલાક સ્થળોએ ભારે વરસાદના કારણે રસ્તાઓ પર ઠેર-ઠેર ખાડા પડી ગયા છે ત્યારે વરસાદે વિરામ લેતાં જ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા યુદ્ધના ધોરણે કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા વેરાવળ-કોડીનાર નેશનલ હાઈવેના મેઈન્ટેનન્સનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. જેના કારણે હવે વાહનચાલકોને આંશિક રાહત મળશે. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા હાઈવે રિપેરિંગ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં ડોળાસા સહિત લાટી, કદવાર, સુત્રાપાડા, અમરાપર, ગોરખમઢી તેમજ ઉના શહેરી વિસ્તાર, કોડીનાર શહેરી વિસ્તારમાં પણ જ્યાં મસમોટા ખાડા હોય તેને બૂરી દઈ લેવલિંગ…

Read More

પાલીતાણાના બે પર્વતારોહકો જીજ્ઞેશ ગોહિલ અને કલ્પેશ ચૌહાણે હિમાચલ પ્રદેશની સ્પીતિ વેલીના એક સાથે બે શિખરો સર કરી ભાવનગરનું ગૌરવ વધાર્યું

અણદીઠેલી ભોમકા પર યૌવન માંડે આંખ હિન્દ ન્યુઝ, ભાવનગર સમગ્ર દેશમાં ’આઝાદી કા અમૃત મહોત્સવ’ અભિયાન અંતર્ગત દેશના નાગરિકોએ વિવિધ જગ્યાઓ પર ભારતની શાન એવો તિરંગો ફરકાવીને રાષ્ટ્રીય ભાવનાના દર્શન કરાવીને રાષ્ટ્રનું માન વધાર્યું હતું. આ કડીમાં આગળ વધતાં ભાવનગરના પાલીતાણાના બે પર્વતારોહકોએ એક સાથે બે શિખરો પર ભારતીય તિરંગો લહેરાવીને ભારત માતાનું સર વધુ ઉન્નત બનાવ્યું છે. અણદીઠેલી ભોમકા પર પોતાના દસ્તક દીધાં છે. આમ પણ ભારતની યુવા પેઢી દરેક ક્ષેત્રમાં કંઇક અલગ જ કરી બતાવવાનો જુસ્સો ધરાવે છે. તેનું આ ઉદાહરણ છે. સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ સંસ્થા, માઉન્ટ આબુ…

Read More

ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય પરસોત્તમભાઇ સોલંકી દ્વારા કોળિયાકના મેળાને લઇને વિવિધ લોકોપયોગી સુવિધાઓ ઉભી કરવામાં આવી

હિન્દ ન્યુઝ, ભાવનગર દર વર્ષની પરંપરા મુજબ ભાદરવી અમાસના દિવસે કોળિયાક ખાતે નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં પૂર્વ મંત્રી અને ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય પરસોત્તમભાઇ સોલંકી દ્વારા કરવામાં આવતાં લોકમેળાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કોરોનાની મહામારીના ૨ વર્ષ બાદ આ મેળામાં આવતાં શ્રધ્ધાળુઓને કોઇ તકલીફ ન પડે એ માટે કોળી સેનાના અધ્યક્ષ દિવ્યેશભાઇ સોલંકીના માર્ગદર્શન હેઠળ કોળી સેનાના ૧૦૦૦ થી વધુ સ્વયંસેવકો ખડે પગે હાજર રહેશે. દરિયાઇ પટ્ટી ઉપર ૧૦૦ કરતા વધુ કોળીસેનાના તરવૈયાઓ આ માટે તૈનાત રહેશે અને શ્રધ્ધાળુઓ માટે રાત્રીના સમયે મનોરંજન મળી રહે તે માટે લાઇટ ડેકોરેશન, એલ.સી.ડી.…

Read More

કોળીયાક ગામે નિષ્કલંક મહાદેવ ખાતે આગામી તા. ૨૬ અને ૨૭ ના રોજ યોજાનાર મેળાની પૂર્વ તૈયારીઓને આખરી ઓપ

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર તાલુકાના કોળીયાક ગામે નિષ્કલંક મહાદેવ ખાતે આગામી તા. ૨૬ અને ૨૭ ના રોજ યોજાનાર મેળા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગોતરું આયોજન હાથ ધરીને જરૂરી તૈયારીઓને આખરી ઓપ આપવાં માટે જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેનાં અધ્યક્ષ સ્થાને એક બેઠક યોજાઇ હતી. જિલ્લા આયોજન કચેરી, કલેકટર ઓફિસ, ભાવનગર ખાતે અલગ-અલગ વિભાગના વડા સાથે યોજાયેલ આ બેઠકમાં તેમણે જણાવ્યું કે, કોરોનાનાં બે વર્ષ નાં સમયગાળા બાદ મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આ લોકમેળા દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેમજ કાયદો- વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટેની…

Read More