હિન્દ ન્યુઝ, રાજકોટ
શેલ્ટર હોમ સ્ટેટ લેવલ મોનીટરીંગ કમિટીના ચેરમેન પી.કે.તનેજા (રીટાયર્ડ આઈ.એ.એસ.) દ્વારા રાજકોટ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૨નાં રોજ ઘરવિહોણા લોકો માટેના આશ્રયસ્થાનોની સમીક્ષા બેઠક સર્કિટ હાઉસ રાજકોટ ખાતે યોજવામાં આવેલ હતી. આ બેઠકની શરૂઆતમાં રાજકોટ મહાનગરપાલિકાનાં કમિશનર અમિત અરોરા તથા પ્રાદેશિક કમિશનરની કચેરી, નગરપાલિકા રાજકોટ ઝોનના પ્રાદેશિક કમિશનર ધીમંત વ્યાસ દ્વારા ચેરમેન પી.કે.તનેજાનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવેલ હતું. ત્યારબાદ મ્યુનિ. કમિશનર દ્વારા શબ્દોથી સ્વાગત કરી રાજકોટ શહેર ખાતે કાર્યરત આશ્રયસ્થાનોની વિવિધ કામગીરીનું નિદર્શન કરી આશ્રયસ્થાનોની વિવિધ પ્રવૃત્તિથી ચેરમેનને માહિતીગાર કરવામાં આવેલ હતા તથા આ તકે પ્રાદેશિક કમિશનરની કચેરી, નગરપાલિકાઓ રાજકોટ ઝોનના આશ્રયસ્થાનોમાં થતી કામગીરીનું પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનનાં માધ્યમથી નિદર્શન પ્રાદેશિક કમિશનર ધીમંત વ્યાસ દ્વારા કરવામાં આવેલ હતું. ત્યારબાદ ચેરમેન પી.કે.તનેજા દ્વારા ઘરવિહોણા લોકો માટેનાં આશ્રયસ્થાનોમાં વિવિધ પ્રવૃતિઓ લાભાર્થીઓને સાનુકુળ વાતાવરણ વિવિધ યોજનાઓનાં લાભ થકી મુખ્ય પ્રવાહમાં સામેલ થાય તે માટે વિગતે માર્ગદર્શન તથા જરૂરી સુચના આપેલ હતી. ત્યારબાદ શેલ્ટર હોમસ્ટેટ લેવલ મોનીટરીંગ કમિટીના ચેરમેન પી.કે.તનેજા દ્વારા શાળા નં.૧૦, સિવિલ હોસ્પિટલ પાસે કોર્ટની બાજુમાં રાજકોટ ખાતે કાર્યરત ડોર્મેટરીની મુલાકાત લઇ લાભાર્થીઓ સાથેની વાતચીત દરમિયાન સાનુકુળ વાતારવણ તથા ઉપલબ્ધ સુવિધાઓ સબંધિત માહિતી મેળવી હતી.
આ મુલાકાતને સફળ બનાવવા મ્યુનિ. કમિશનર અમિત અરોરાના માર્ગદશન હેઠળ નાયબ કમિશનર સી.કે.નંદાણી, સહાયક કમિશનર એચ.આર. પટેલ તથા પ્રોજેક્ટ શાખાના આસી.મેનેજર કે.ડી.વાઢેર, સીનીયર સમાજ સંગઠકઓ તથા NULM મેનેજરઓએ જહેમત ઉઠાવી હતી