ગુજરાતના પૂર્વ મંત્રી જશાભાઈ બારડ ખેતીબેંકના ૩ જિલ્લાના ડાયરેક્ટર તરીકે નિમણૂક થતાં સુત્રાપાડા નગરપાલિકા અને સુત્રાપાડા શહેર ભાજપ સંગઠન દ્વારા યોજાયેલ સન્માન સમારોહ

હિન્દ ન્યુઝ, સુત્રાપાડા

     સુત્રાપાડા નગરપાલિકા દ્રારા ગુજરાત ના પૂર્વ કેબિનેટ મંત્રી અને સુત્રાપાડા ના વતની જશાભાઈ બારડ જેઓ ધ ગુજરાત સ્ટેટ કો ઓપરેટિવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલોપમેન્ટ બેન્ક લી (ખેતી બેન્ક) ના 3 જિલ્લા જુનાગઢ, પોરબંદર અને ગિરસોમનાથ ના ચેરમેન તરીકે બિનહરીફ નિમણૂક થતાં સુત્રાપાડા નગરપાલિકા અને સુત્રાપાડા શહેર ભાજપ સંગઠન દ્વારા જશાભાઈ બારડનો સન્માન સમારંભ રાખવામા આવેલ હતો. જેમાં સુત્રાપાડા નગરપાલિકાના ચીફ ઓફિસર, તમામ સભ્યો અને જુદી જુદી સામાજિક સંસ્થાના આગેવાનો, શહેરના શ્રેષ્ઠીઓ અને સામાજિક સંગઠનો દ્વારા શાલ અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવેલ હતું. જશાભાઈ બારડ ૪ વખત ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી, ૫ વખત ધારાસભ્ય અને ૪૦ વર્ષોથી સહકારી ક્ષેત્રમાં કાર્યરત છે. જુનાગઢ જિલ્લા સહકારી બેંકમાં ૨ ટર્મ ચેરમેન અને જી.એસ.સી. બેન્કમાં બોર્ડ ઓફ ડાયરેક્ટર તરીકે સેવા આપે છે. જુનાગઢ જિલ્લા ખરીદ વેચાણ સંઘમાં ૪૦ વર્ષ થી બોર્ડ ઓફ ડિરેક્ટર માં સેવા આપે છે. સુત્રાપાડા તાલુકા ખરીદ વેચાણ સંઘ ના તેઓ આધ્યા સ્થાપક છે અને હાલ પણ સેવા આપે છે આમ સહકારી ક્ષેત્રના તેઓ ભીષ્મ પિતામહ છે. તેઓના સન્માન સમારોહ માં આજે બહોળી સંખ્યામાં આગેવાનો હાજર રહેલા હતા. આ તકે જશાભાઈ બારડે જણાવેલ કે ખેતી બેન્ક એ ખેડૂતોની બેન્ક છે અને ખેડૂતોના પ્રશ્નોને હરહમેશ અગ્ર રાખી મારી તમામ ફરજો હું પૂર્ણ કરીશ.

આ સન્માન સમારોહ માં ભાજપા ના પ્રદેશ બક્ષિપંચ મોરચાના મંત્રી તેમજ સુત્રાપાડા APMC ના ચેરમેન દિલીપભાઇ બારડ ઉપરાંત સુત્રાપાડા નગરપાલિકાના સભ્યો, સુત્રાપાડા શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો તેમજ નથુભાઇ કામાળીયા, કાળાભાઈ બારડ, જગાભાઈ કછેલા, જેસિંગભાઈ નાઠાભાઇ, કૈલાશભાઈ રામ, અરસિભાઈ બારડ, નિલેષભાઈ મોરિ, દીપકભાઈ કાછેલા, અનિલભાઈ જેઠવા, રામસિંગભાઇ વાણવી, રામભાઇ પટેલ, રમેશભાઈ વડાંગર, યુનુસભાઈ મલેક, રશિદભાઈ મલેક, અલારખાભાઈ, અફજલભાઇ, પિઠાભાઇ, મૂળાભાઈ, અરવિંદભાઇ દરજી, કાનજીભાઇ જાદવ, દેવાભાઇ વાણવી,બાબુભાઇ ખોજા, ચેતનભાઈ આચાર્ય, મશરીભાઇ આરસીભાઇ લખમણભાઈ મેઘાણી, સિદ્દરાજભાઇ દરબાર, દરેક સમાજના શ્રેષ્ઠીઓ હાજર રહી અને જશાભાઈ બારડને સન્માનીત કરેલ હતા.

સૌરાષ્ટ્ર તંત્રી : તુલસી ચાવડા

Related posts

Leave a Comment