હિન્દ ન્યુઝ, વાઘોડિયા
વાઘોડિયા તાલુકાના જરોદ સહિત પંથકમાં ગૌરીવ્રત નો પ્રારંભ થતાં જ પ્રથમ દિવસ થી જ કુંવારી કન્યાઓ વહેલી સવારે અવનવા રંગબેરંગી નવા વસ્ત્રો ધારણ કરી ગામના શિવાલયોમાં ભગવાન આશુતોષ પૂજા અર્ચના કરવા માટે હાથ માં પૂજા ની થાળી સાથે પહોંચી ભગવાન ભોળાનાથ ની સેવા પૂજા કરવામાં તલ્લીન બનેલી કુંવારી કન્યાઓ જોવા મળે છે. જેમ જેમ ગૌરીવ્રત ના તહેવારો નજીક આવે ત્યારે કુંવારી કન્યાઓ વ્રત ની ઉજવણી કરવામાં ધણો જ ઉત્સાહ આનંદ જોવા મળે છે.
પોતાના ઘરે નાની બાળાઓ જવારા વાવીને તેની પૂજા અર્ચના કરતા નજરે પડે છે. સાંધ્ય ના સમયે કુંવારી કન્યાઓ જરોદ ગામ ના હાઇવે પર પોત પોતાની બહેનપણી ઓ સાથે ફરવા નીકળતા હોય છે.
રિપોર્ટર : કિશન રોહીડા, વાઘોડિયા