હિન્દ ન્યુઝ,
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના બાંકોડી ગામે રહેતા ગોજીયા ભિમસીભાઈ વીકમસીભાઈનું તારીખ 10/05/2021 ના રોજ 43 વર્ષની ઉંમરે કેન્સર ની બીમારીના કારણે અવસાન પામેલા તેમના પત્ની હિરીબેન ભીમસીભાઈ ગોજિયાને એલ. આઈ. સી. એજન્ટ રમેશભાઈ એલ. બાથીયા દ્વારા ઝડપી મૃત્યુ દાવા કાર્યવાહી કરી. ફકત ત્રણ દિવસ માં તેમના વારસદારો ને રૂ. 522720/- અંકે પાંચ લાખ બાવીશ હજાર સાતશો વીસ રકમ ની ચુકવણીની ઝડપી કાર્યવાહી કરવા બદલ બાંકોડી ગામનાં સરપંચ તથા ઉપ સરપંચ તેમજ વિકમશિભાઈ નાથાભાઈ ગોજીયા તથા તેમના પરિવાર દ્વારા એલ. આઈ. સી. ખંભાળિયા બ્રાન્ચના મેનેજર રૂપારેલિયા વિકાસ અધિકારી એસ. ડી. મશરૂ તથા તમામ સ્ટાફ મિત્રો ચેરમેન ક્લબ મેમ્બર એજન્ટ રમેશભાઈ એલ. બથીયા નો આભાર વ્યક્ત કરેલ.
રિપોર્ટર : જયરાજ માખેચા, જામ ખંભાળિયા