બોટાદના લીંબોડા પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓ દ્વારા ગામલોકોને લોકશાહીના “અવસર”માં ઉત્સાહપૂર્વક જોડાઈને મતદાન કરવા પ્રેરિત કરાયા

હિન્દ ન્યુઝ, બોટાદ

બોટાદ જિલ્લાના લીંબોડા ગામે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્વીપ પ્રવૃત્તિ અંતર્ગત મતદાર જાગૃતિ અર્થે રેલી યોજવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ ગામલોકોને લોકશાહીના “અવસર”માં ઉત્સાહપૂર્વક જોડાઈને મતદાન કરવા પ્રેરિત કર્યાં હતાં. વિદ્યાર્થીઓ દ્વારા ‘મતદાન કરવું મારો હક્ક-મતદાન કરવાનો મારો અધિકાર’ના નારા સાથે સમગ્ર ગામમાં રેલી યોજાઇ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, વિધાનસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત સમગ્ર રાજ્યમાં મતદાન જાગૃતિ અભિયાન માટે સ્વીપ અન્વયે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. જેમાં બોટાદ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. ભરત વઢેર તેમજ નાયબ જિલ્લા શિક્ષણાધિકારી પ્રભાતસિંહ મોરીના માર્ગદર્શન હેઠળ સ્વીપ પ્રવૃત્તિ અન્વયે બોટાદ જિલ્લાનાં તમામ ગામોમાં મતદાન જાગૃતિલક્ષી કાર્યક્રમો યોજવામાં આવી રહયાં છે.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment