૫૯-ધંધુકા વિધાનસભા મતવિભાગની સમીક્ષા મુલાકાત લેતાં ખર્ચનિરીક્ષક

વિધાનસભા સામાન્ય ચુંટણી-૨૦૨૨

હિન્દ ન્યુઝ, બોટાદ

વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત ૫૯- ધંધુકા વિધાનસભા મતવિભાગના ખર્ચ ૫રીવેક્ષકએ (Expenditure Observer E.O) વિધાનસભા મતવિભાગની સમીક્ષા મુલાકાત લીધી હતી. ઓબ્ઝર્વરની (E.O) અઘ્યક્ષતામાં પ્રાંત કચેરી ધંધુકા ખાતે FST/SST/VST/VVT/ACC ના ટીમ સાથે સમીક્ષા મીટીંગ પણ યોજવામાં આવી હતી. આ સમીક્ષા મીટીંગમાં ખર્ચ નિરીક્ષક (E.O) દ્વારા ખર્ચ નિયંત્રણ અંગેની ગાઇડલાઇન તથા ટીમોની સમીક્ષા કરવામાં આવી હતી.

આ બેઠકમાં તેમણે દરેક ટીમો પાસેથી ફીડબેક મેળવ્યા તથા કાર્યરીતીની સમીક્ષા કરવામાં આવી હતી. ખર્ચ નિરીક્ષક દ્વારા વિવિધ સ્થળ ખાતે જઈને ફિલ્ડ વિઝીટ દ્વારા SST તથા FST ( flying Squad ) ટીમની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. ખર્ચ ૫રીવેક્ષકનો સં૫ર્ક નં. 9106260866 છે.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment