વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨
હિન્દ ન્યુઝ, બોટાદ
બોટાદ જિલ્લામાં વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અન્વયે ચૂંટણીલક્ષી તમામ કામગીરી સુપેરે પાર પડે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર બી.એ.શાહના માર્ગદર્શન હેઠળ આ કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ-કર્મચારીઓને તાલીમ આપવામાં આવી હતી.
૧૦૭ બોટાદ વિધાનસભા મતવિસ્તાર સાથે જોડાયેલા ૩૮૬ પ્રિસાઈડિંગ ઓફિસર અને ૩૪૮ આસિસ્ટન્ટ પ્રિસાઈડિંગ ઓફિસર સહિત કુલ-૭૩૪ જેટલા અધિકારીઓ-કર્મચારીઓને બે બેચ અંતર્ગત તાલીમ આપવામાં આવી હતી.
બોટાદની કળથીયા સ્કૂલ ખાતે યોજાયેલા આ તાલીમ વર્ગમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર બી.એ.શાહે તમામ પ્રિસાઈડિંગ ઓફિસર તેમજ આસિસ્ટન્ટ પ્રિસાઈડિંગ ઓફિસર્સને પ્રેક્ટિકલ બાબતો સાથે સરળ અને સહજ સંવાદ થકી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
બોટાદ વિધાનસભા મતવિસ્તારના ચૂંટણી અધિકારી અને બોટાદ પ્રાંત દિપકભાઈ સતાણીએ પ્રિ-પોલ, પોલ-ડે અને આફ્ટર પોલ, EVM, VVPAT, રિસીવીંગ-ડિસ્પેચીંગ સહિતની તમામ જરૂરી જાણકારીથી તાલીમાર્થીઓને અવગત કર્યાં હતાં.
પ્રિસાઈડિંગ ઓફિસર તેમજ આસિસ્ટન્ટ પ્રિસાઈડિંગ ઓફિસર્સને આ તાલીમવર્ગમાં માસ્ટર ટ્રેનર્સ દ્વારા પ્રેઝન્ટેશન સાથે ચૂંટણીલક્ષી કામગીરીની પ્રેક્ટીકલ બાબતોની વિસ્તૃત સમજ પુરી પાડવામાં આવી હતી.
આ તાલીમવર્ગમાં બરવાળા પ્રાંત પી.ટી.પ્રજાપતિ, બોટાદ ગ્રામ્ય મામલતદાર બ્રહ્મભટ્ટ સહિતનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ