રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા મસાલા પાવડરની ચકાસણી હાથ ધરવામાં આવેલ

હિન્દ ન્યુઝ, રાજકોટ

 રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા તા.૩૧/૦૩/૨૦૨૨ ના રોજ નવી દરજી બજાર, કાપડ માર્કેટ પાછળ, મહાવીર કોમ્પ્લેક્ષ ઓફિસ નં ૩૦૧૩૦૨, પરાબજાર, રાજકોટ મુકામે આવેલ આશીર્વાદ માર્કેટિંગ પેઢીમાંથી લાલ મરચા પાવડર (લૂઝ)‘, હળદર પાવડર (લૂઝ)‘, ધાણાજીરું પાવડર (લૂઝ) નો જથ્થો શંકાસ્પદ જણાતા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે રાખી મસાલા પાવડરની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જે નમૂનામાં પ્રાથમિક રીતે કલરની ભેળસેળ માલૂમ પડેલ. સદરહુ જથ્થામાથી સ્થળ પર ત્રણેય ખાદ્યચીજના નમૂનાઓ FDCA, ગુજરાત રાજ્યના આદેશ અનુસાર ગુજરાત લેબોરેટરી શાહીબાગ અમદાવાદને તરફ પૃથ્થકરણ અર્થે મોકલી આપેલ ગુજરાત લેબોરેટરી-અમદાવાદના રીપોર્ટ મા ત્રણેય ખાદ્યચીજના નમૂનાઓ કન્ફર્મ (પાસ) જાહેર કરેલ. જે પૃથ્થકરણ રિપોર્ટના પરિણામો ડેઝીગ્નેટેડ ઓફિસર ફૂડ વિભાગને શંકાસ્પદ જણાતા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ત્રણેય ખાદ્યચીજના નમૂનાઓ રી-એનાલીસીસ અર્થે રેફરલ ફૂડ લેબોરેટરી, પૂણે ખાતે મોકલવામાં આવેલ જે પૈકી “લાલ મરચા પાવડર (લૂઝ) નો નમૂનો ડાયરેકટર, રેફરલ ફૂડ લેબોલેટરી, પૂણે દ્વારા મકાઇની સ્ટાર્ચ યુક્ત તેમજ નોન પરમીટેડ ઓઇલ સોલ્યુબલ રેડ અને ઓરેન્જ કલર (એક્સ્ટ્રાનીયસ કલર તરીકે)ની  હાજરી મળી આવતા “લાલ મરચાં પાવડર” નો નમૂનો અનસેફ અને સબસ્ટાન્ડર્ડ જાહેર કરેલ છે. જે અંગે ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006  મુજબ પ્રોસીક્યુશેન કાર્યવાહી હાથ ધરેલ છે.

·           ફૂડ વિભાગ દ્વારા રાજકોટ શહેરમાં શ્રાવણ માસના તહેવારોને અનુલક્ષીને ન્યુ રીયલ જન્માષ્ટમી મેળો (પ્રાઇવેટ મેળો)-ગ્રીનલેન્ડ ચોકડી, રાજકોટ માં આવેલ ૧૨ ફૂડ સ્ટોલ નું ચેકિંગ કરવામાં આવેલ તેમજ સ્થળ પર  ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ચકાસણી દરમિયાન વેંચાણ થતા ઉપયોગમાં લેવાતા ખાધ્ય તેલ, આઇસ્ક્રીમ-કેન્ડીઠંડાપીણાં, પ્રિપેર્ડ ફૂડ, વિગેરેના કુલ ૦૭ નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ. 

·           ફૂડ વિભાગ દ્વારા ન્યુ રીયલ જન્માષ્ટમી મેળો (પ્રાઇવેટ મેળો)-ગ્રીનલેન્ડ ચોકડી,રાજકોટ માં આવેલ ૧૨ ફૂડ સ્ટોલ નું ચેકિંગ કરવામાં આવેલ તેમજ સ્થળ પર  ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ચકાસણી દરમિયાન વેંચાણ થતા ઉપયોગમાં લેવાતા ખાધ્ય તેલ, આઇસ્ક્રીમ-કેન્ડીઠંડાપીણાં, પ્રિપેર્ડ ફૂડ, વિગેરેના કુલ ૦૭ નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ.

          સ્થળ પર વેચાણ થતાં સ્મોક બિસ્કિટમાં ઉપયોગ થતાં લિક્વિડ નાઇટ્રોજનના સીધા સંપર્કમાં આવતી ખાદ્ય ચીજ હોય જે લિક્વિડ નાઇટ્રોજનવાળી ખાધ્યચીજોનું વેચાણ તાત્કાલિક અસરથી બંધ કરાવેલ

          તથા ચાઇનીઝ મંચુરીયન-નુડલ્સનું વેચાણ કરતા ફૂડ સ્ટોલ પર તપાસ કરતાં  મળી આવેલ અખાદ્ય વાસી મંચુરીયન ૫ કિલોનો સ્થળ પર નાશ કરેલ તથા રજવાડી ભેળ સેવપૂરી, દહીપૂરીનું વેચાણ કરતા ફૂડ સ્ટોલ પર તપાસ કરતાં  મળી આવેલ અખાદ્ય વાસી ચટણી ૭ કિલોનો સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ ભૂંગળા બટેટા, ફીંગર ચિપ્સ નું વેચાણ કરતા ફૂડ સ્ટોલ પર તપાસ કરતાં ઉપયોગમાં લેવાતા દાઝીયું તેલ ૩ કિલો નો સ્થળ પર નાશ કરવામાં આવેલ

·           ફૂડ વિભાગની ટિમ દ્વારા રોયલ જન્માષ્ટમી મેળો (પ્રાઇવેટ મેળો)- વિરાણી હાઇસ્કુલ ગ્રાઉન્‍ડ પર આવેલ આવેલ ૧૪ ફૂડ સ્ટોલનું ચેકિંગ કરવામાં આવેલ તેમજ સ્થળ પર  ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ચકાસણી દરમિયાન વેંચાણ થતા  ઉપયોગમાં લેવાતા ખાધ્ય તેલ, ઠંડાપીણાં, આઇસ્ક્રીમ-કેન્ડી, પ્રિપેર્ડ ફૂડ, વિગેરેના કુલ ૦૮ નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ.

          ઇન્ડિયન જ્યુસ સેન્ટર માં સરબતનું વેચાણ કરતા ફૂડ સ્ટોલ પર તપાસ કરતાં  મળી આવેલ અખાદ્ય પાઇનેપલ સરબત ૫ લીટર જથ્થાનો સ્થળ પર નાશ કરેલ.

તથા ન્યુ બોમ્બે સ્ટાઇલ ભેળ પર ચાટ પૂરી ભેળ નું  વેચાણ કરતા ફૂડ સ્ટોલમાં તપાસ કરતાં મળી આવેલ અખાદ્ય વાસી બાફેલા બટેટા ૪ કિલો જથ્થાનો સ્થળ પર નાશ કરવામાં આવેલ.

Related posts

Leave a Comment