થરાદમાં જાગેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસમાં આખો મહિનો યજ્ઞ આયોજન

હિન્દ ન્યુઝ, થરાદ

બનાસકાંઠાના થરાદમાં જાગેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસમાં આખો મહિનો એકજ શિવ ભક્ત દ્વારા યજ્ઞ આયોજન કરવામાં આવતાં દર્શનાર્થે ભક્તોની ભીડ ઉમટી. થરાદના સુથારા શેરીમાં આવેલ પ્રાચીન શિવ મંદિર એટલે જાગેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે જેમાં દર વર્ષે પવિત્ર શ્રાવણ માસમાં આખો મહિનો દર્શનાર્થે આવતા શિવ ભક્તોની ભીડ જોવા મળી રહેતી હોય છે ત્યારે શિવ ભક્ત ખોડાજી રાજપૂત દ્વારા આ વર્ષે આખો શ્રાવણ માસ એટલે એકમથી અમાવશ્યા સુધી ભગવાન ભોલેનાથના મંદિરે યજ્ઞનું આયોજન કરી ભુદેવોના મંત્રોચ્ચાર સાથે યજ્ઞ આહુતિ આપવામાં આવી રહી છે જેથી મોટી સંખ્યામાં ભૂદેવો સહિત ભક્તો દ્વારા હર હર મહાદેવના  નાદ થી શિવ મંદિર ગુંજી ઉઠે છે જેમાં આજે પવિત્ર શ્રાવણ માસ માંજાગેશ્વર મંદિરમાં આખો મહિનો  દેવચંદ પરિવાર કુળના ખોડાભાઈ લાલાજી રાજપૂત દ્વારા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રાવણ માસના અંતિમ દિવસે એટલે કે અમાવશ્યાના દિવસે ચોરાસી રાખવામાં આવશે જેમાં મોટી સંખ્યામાં ભૂદેવો બ્રહ્નમ ભોજન કરી દાન દક્ષિણા આપવામાં આવશે જેથી શિવ ભક્ત ખોડાભાઈ લાલાજીરાજપૂતની શિવ ભક્તિ જોઈને દર્શનારથીઓ ભાવુક બની જાય છે

રિપોર્ટર : ધુડાલાલ ત્રિવેદી, થરાદ

Related posts

Leave a Comment