પુણ્ચશ્લોક અહલ્યાબાઇ હોલ્કર ની પુણ્યતિથિ (નિર્વાણ દિન)  તિથિ નિમિત્તે અહાલ્યાબાઇ દ્વારા નિર્માણ પામેલ જૂના સોમનાથ મંદિર ખાતે ધ્વજાપૂજા અને મહાપૂજન કરવામાં આવેલ

હિન્દ ન્યુઝ, સોમનાથ

પુણ્યશ્લોક અહલ્યાબાઇ હોલ્કર જેઓએ પ્રભાસ પાટણ માં શિવપૂજા ની પરંપરા જાળવી રાખવા ખુબ મહત્વનું યોગદાન આપ્યુ છે,  તેઓએ ઇ.સ. 1783 માં જૂના સોમનાથ મંદિર ની સ્થાપના કરી શિવપુજા ની ફરિથી શુભશરૂઆત કરાવી હતી. આજે એવા પુણ્યશ્લોક અહલ્યાબાઇ ની નિર્વાણ તિથિ નિમિત્તે સોમપુરા બ્રહ્મસમાજ દ્વારા જૂના સોમનાથ ખાતે ધ્વજાપુજા,મહાપૂજન, પૂણ્યશ્લોક અહલ્યાબાઇ માતાની પ્રતિમાને પૂષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી, આ પૂજાનમાં ટ્રસ્ટી જે ડી પરમાર,  સેક્રેટરી યોગેન્દ્રભાઇ દેસાઇ, સોમપુરા બ્રહ્મસમાજના પ્રમુખ દુષ્યંતભાઇ ભટ્ટ, સહિતના મહાનુભાવો ઉપસ્થીત રહ્યા હતા. પુજાવિધિ પુજારી મીથીલેશભાઇ દવે તથા ટીમ દ્વારા કરાવવામાં આવી હતી, તેમજ આ પ્રસંગે સોમપુરા સમાજના ભુદેવો ઉપસ્થીત રહ્યા હતા.

Related posts

Leave a Comment