હિન્દ ન્યુઝ, સાંતલપુર પાટણ જિલ્લા ના સાંતલપુર તાલુકા ના પાટણકા ગામ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ ૧૫મી ઓગસ્ટ ની અનેરી ઉજવણી કરવામાં આવી. જેમાં અલગ અલગ ૫ ગામમાં કુલ ૫૦૦ રોપા નું વૃક્ષારોપણ કરવામાં આવ્યું. આ ગ્રીન ગ્લોબલ બ્રિગેડ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું. જેમાં અલગ અલગ ગામ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. એક ગામ દીઠ ૧૦૦ રોપા નું વૃક્ષારોપણ કરવામાં આવ્યું. જેમાં ૧) પરસુંદ – ૧૦૦, ૨) ડાભી -૧૦૦, ૩) બાબરા – ૧૦૦, ૪) રણમલપુર – ૧૦૦, ૫) પાટણકા – ૧૦૦ આમ, કુલ ૫૦૦ રોપા નું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.…
Read MoreDay: August 15, 2022
રાધનપુર નગરપાલિકા કચેરી ખાતે રાધનપુર ના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ દ્વારા 15 મી ઓગસ્ટ ની ઉજવણી કરવામાં આવી
હિન્દ ન્યુઝ, રાધનપુર રાધનપુર નગરપાલિકા કચેરી ખાતે રાધનપુર ના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ દ્વારા 15 મી ઓગસ્ટ ની ઉજવણી ના ભાગ રૂપે 75 માં સ્વતંત્ર દિવસની ઉજવણી ના ભાગરૂપે રાષ્ટ્રીય ધ્વજ તિરંગા ને સલામી આપી ઉજવણી કરી હતી. રાધનપુર ગાયત્રી મંદિર થી યાત્રા કાઢી નગરપાલિકા કચેરી ખાતે પહોંચી હતી જેમાં રાધનપુર વિધાનસભા ના કોંગ્રેસના કાર્યકર્તાઓ અને રાધનપુર વિધાનસભા ના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ જોડાયા હતા. નગરપાલિકા કચેરી ખાતે પહોંચી રાષ્ટ્રીય ધ્વજ ને સલામી આપી હતી રાધનપુર નગરપાલિકા ના પ્રમુખ મહેશભાઈ અદા, ઉપ પ્રમુખ કાનજીભાઈ પરમાર, કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ…
Read Moreસુહાગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ બાળકો સાથે આઝાદી અમૃત મહોત્સવ ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, રાધનપુર ગુજરાત ચેમ્બર અમદાવાદ ખાતે સુહાગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ બાળકો સાથે આઝાદી અમૃત મહોત્સવ ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો. જેમાં સુપ્રિયા પાટીલયાદવ(IPS,DIG, CBI OFFICER) , સુહાગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ના ગુજરાત પ્રદેશ પ્રમુખ કિરણજી ઠાકોર(મલારપુરા) તથા મંત્રી સતિષકુમાર (ડભોડા) ઉપસ્થિત રહી અનોખી ઉજવણી કરી બાળકોને સર્ટિફિકેટ તથા કીટ આપી કાર્યક્રમ સફળ બનાવ્યો. રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર
Read Moreરાજુલા તાલુકામા ધ્વજ વંદન કરી ૭૫ માં સ્વતંત્રતા દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી
હિન્દ ન્યુઝ, રાજુલા રાજુલા તાલુકામા ધ્વજ વંદન કરી સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તાલુકા કક્ષાની ઉજવણી કડીયાળી ગામ ખાતે કરવામાં આવેલ હતી. જેમાં રાજુલા પ્રાંત અધિકારી હંસરાજસિંહ ગોહિલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યુ. અને ૭૩ મા વન મહોત્સવ અંતર્ગત વૃક્ષારોપણ તેમજ સન્માનિત સન્માનિત કાર્યક્રમમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી હંસરાજસિંહ ગોહિલ તથા કર્મચારીઓ, આર.એફ.ઓ, સરપંચ ગંભીરભાઈ ભગુભાઈ બારૈયા સહિત ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બીજી તરફ રાજુલા શહેરમાં આવેલ ગર્લ્સ હાઇસ્કુલ ખાતે પાલીકા પ્રમુખ રમેશભાઈ કાતરીયા દ્વારા ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપી હતી. ગર્લ્સ હાઇસ્કુલની વિદ્યાર્થીનીઓ…
Read Moreબનાસ ડેરી સણાદર ખાતે 76 માં સ્વતંત્ર દિન ની ઉજવણી…. બનાસકાંઠા દિયોદર તાલુકા ના સણાદર બનાસ ડેરી ખાતે સહુ પ્રથમવાર સહુ થી મોટો રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપી ઉજવણી કરાઈ હતી બનાસ ડેરી ચેરમેન શંકરભાઈ ચૌધરી 15 મી ઓગસ્ટ 76 માં સ્વતંત્ર દિવસ ની ધામ ધૂમ પૂર્વક ઉજવણી થઈ રહી છે જેમાં બનાસ ડેરી ખાતે પણ એક ઉત્સાહ ના માહોલ વચ્ચે દેશ આઝાદ થયો હોય તેમ હજારો ની સંખ્યામાં પશુપાલકો ધ્વજ લઈ પહોચ્યા હતા જેમાં જિલ્લા માં સહુ થી મોટો 100 ફૂટ ઉંચો ધ્વજ બનાસ ડેરી સણાદર ખાતે બનાસ ડેરી ના ચેરમેન શંકરભાઈ ચૌધરી ના હસ્તે લહેરાવામાં આવ્યો હતો જેમાં દેશ ભક્તિ ના રંગે સમગ્ર માહોલ જામ્યો હતો આઝાદી કા અમૃત મહોત્સવ માં એક સાથે હજારો ની સંખ્યા માં પશુપાલકો એ ધ્વજ ફરકાવી 76 માં સ્વતંત્ર દિવસ ની ઉજવણી કરી હતી. અહેવાલ કનુભાઈ જોષી દિયોદર
હિન્દ ન્યુઝ, બનાસકાંઠા બનાસકાંઠા દિયોદર તાલુકા ના સણાદર બનાસ ડેરી ખાતે સહુ પ્રથમવાર સહુ થી મોટો રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપી ઉજવણી કરાઈ હતી બનાસ ડેરી ચેરમેન શંકરભાઈ ચૌધરી 15 મી ઓગસ્ટ 76 માં સ્વતંત્ર દિવસ ની ધામ ધૂમ પૂર્વક ઉજવણી થઈ રહી છે જેમાં બનાસ ડેરી ખાતે પણ એક ઉત્સાહ ના માહોલ વચ્ચે દેશ આઝાદ થયો હોય તેમ હજારો ની સંખ્યામાં પશુપાલકો ધ્વજ લઈ પહોચ્યા હતા જેમાં જિલ્લા માં સહુ થી મોટો 100 ફૂટ ઉંચો ધ્વજ બનાસ ડેરી સણાદર ખાતે બનાસ ડેરી ના ચેરમેન શંકરભાઈ ચૌધરી ના હસ્તે લહેરાવામાં આવ્યો…
Read Moreસ્વતંત્રતા દિવસની ઉજવણીમા ખેલમહાકુંભમા સારુ પ્રદર્શન કરનાર ખેલાડીનુ સન્માન
હિન્દ ન્યુઝ, જસદણ જસદણ તાલુકાના કનેસરા ગામે સ્વતંત્રતા દિવસની ઉજવણી શ્રી કનેસરા કુમાર તાલુકા શાળામા કરવામા આવી હતી આ સમયે ખેલમહાકુંભ ૨૦૨૧ અંતર્ગત કનેસરા ગામની રસ્સાખેચ અને કબડ્ડીની ટીમે તેમજ વ્યક્તિગત રમતોમા સારુ પ્રદર્શન કરી જે ખેલાડીઓએ ગામનુ અને તેના પરિવારનુ નામ રોશન કરેલ. આ ખેલાડીઓની આ સિદ્ધિને પ્રોત્સાહન અને પ્રેરણા મળી રહે તે હેતુથી શ્રી નારાયણ નકલંક સિધ્ધાશ્રમ પરિવાર કનેસરા વતી નિલેશબાપુ જે. દૂધરેજિયાએ દરેક ખેલાડીઓને સન્માન પત્ર આપી સન્માન કર્યું હતુ આ તકે કનેસરા સરપંચ અને તાલુકા પંચાયત પ્રમુખ વિઠ્ઠલભાઈ માલકીયાએ ખાસ હાજરી આપી ખેલાડીઓને પ્રોત્સાહન આપ્યુ હતુ…
Read Moreશ્રાવણના તૃતીય સોમવારે સોમનાથ મહાદેવના સાનિધ્યે ભક્તો ધર્મ ભક્તિ અને રાષ્ટ્ર ભક્તિ માં લીન બન્યા
હિન્દ ન્યુઝ, સોમનાથ શ્રી સોમનાથ મહાદેવ ના સાનિધ્યે શ્રાવણ માસના સોમવારે ભક્તો નો માનવ સમુદાય ઉમટી પડ્યો. ભક્તોના જય સોમનાથ ના નાદ થી પ્રભાસ ક્ષેત્ર ગુંજી ઉઠ્યું. રાષ્ટ્રીય તીર્થ સોમનાથ માં ભક્તો રાષ્ટ્રભક્તિ અને ધર્મ ભક્તિ માં ભક્તો લીન બન્યા પ્રાતઃ શૃંગાર માં રાષ્ટ્રધ્વજની પ્રતિકૃતિ કરવામાં આવી સાથે જ શૃંગાર માં ત્રિરંગા થીમ પર ખાસ રીતે કરવામાં આવેલ હતો. સવારે 4 થી સવારે 8 વાગ્યા સુધીમાં 20 હજાર થી વધુ ભક્તો સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્ય બનેલા હતા.
Read More