સ્વતંત્રતા દિવસની ઉજવણીમા ખેલમહાકુંભમા સારુ પ્રદર્શન કરનાર ખેલાડીનુ સન્માન

હિન્દ ન્યુઝ, જસદણ 

જસદણ તાલુકાના કનેસરા ગામે સ્વતંત્રતા દિવસની ઉજવણી શ્રી કનેસરા કુમાર તાલુકા શાળામા કરવામા આવી હતી આ સમયે ખેલમહાકુંભ ૨૦૨૧ અંતર્ગત કનેસરા ગામની રસ્સાખેચ અને કબડ્ડીની ટીમે તેમજ વ્યક્તિગત રમતોમા સારુ પ્રદર્શન કરી જે ખેલાડીઓએ ગામનુ અને તેના પરિવારનુ નામ રોશન કરેલ. આ ખેલાડીઓની આ સિદ્ધિને પ્રોત્સાહન અને પ્રેરણા મળી રહે તે હેતુથી શ્રી નારાયણ નકલંક સિધ્ધાશ્રમ પરિવાર કનેસરા વતી નિલેશબાપુ જે. દૂધરેજિયાએ દરેક ખેલાડીઓને સન્માન પત્ર આપી સન્માન કર્યું હતુ આ તકે કનેસરા સરપંચ અને તાલુકા પંચાયત પ્રમુખ વિઠ્ઠલભાઈ માલકીયાએ ખાસ હાજરી આપી ખેલાડીઓને પ્રોત્સાહન આપ્યુ હતુ અને એક નવી રાહ ચીંધી હતી.

બ્યુરો ચીફ (જસદણ) : વિજય ચાંવ

Related posts

Leave a Comment