ખંભાતના દરિયાકાંઠે શરૂ અને પારસ પીપળાના રોપાઓનું વાવેતર કરી મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરાયું

હિન્દ ન્યુઝ, આણંદ

    લોકસભા સામાન્ય ચૂંટણી તથા ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીને અનુલક્ષીને જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ સમગ્ર ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લાભરમાં મતદાન જાગૃતિના વિશેષ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

જિલ્લામાં વધુમાં વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત ખંભાત વિધાનસભા મતવિસ્તારમાં ઈકો ફ્રેન્ડલી વાતાવરણ ઉભું કરીને મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરાયું છે.

ખંભાત વિધાનસભા મતવિસ્તારમાં મદદનીશ ચૂંટણી અધિકારી કુંજલ શાહ દ્વારા ખંભાતના દરિયાકાંઠે ડંકા વિસ્તારમાં મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત શરૂ અને પારસ પીપળાનાં રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાં “VOTE FOR KHAMBHAT” થીમ પર રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું અને ખંભાતના મતદારોને મતદાન કરવા જાગૃત કરવામાં આવ્યા હતા.

આમ, ખંભાત વિધાનસભાની ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે.

આ પ્રસંગે મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, સીડી.પી.ઓ તથા મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment