મહીસાગર કલેક્ટર ભાવિન પંડ્યાના અધ્યક્ષ સ્થાને રોડ સેફ્ટી કમિટીની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, મહીસાગર 

  આ બેઠકમાં રાજયમાં ધાર્મિક સ્થળો પગપાળા જતા સંઘ પદયાત્રીઓની સલામતી માટે દિશા-નિર્દેશો અને માર્ગ સલામતીની સુચનાઓના બોર્ડ મુકવા , પદયાત્રીઓ માર્ગની જમણી બાજુએ ચાલે તે અંગેના દિશા-નિર્દેશ બોર્ડ ૩ થી ૫ કિલોમીટરે મુકવા, માર્ગ નિર્માણ એજન્સીએ જે દિવસોમાં પદયાત્રીઓ પસાર થતા હોય તેવા સ્ટ્રેચમાં બેરીકેડીંગ થાય તે બાબતે વ્યવસ્થા કરાવવી, આરોગ્ય વિભાગે યોગ્ય અંતરે ૧૦૮ એમ્બ્યુલન્સ મુકવા માટે વ્યવસ્થા કરવી, સંઘ/પદયાત્રીઓના માર્ગ પર પોલીસ વાન દ્વારા સતત પેટ્રોલીંગ થાય તેવી વ્યવસ્થા કરાવવી. સંઘ/ પદયાત્રીને અવરોધ કરે તેવા બિનજરૂરી ઝાડી-ઝાખરા દુર કરવા વ્યવસ્થા કરાવવી, સર્કિટ હાઉસથી સંતરામપુર રોડ પર સાઇન બોર્ડ લગાવવા, જિલ્લામાં લોકજાગૃતિ અર્થે ટ્રાફિક અવેરનેસનો કાર્યક્રમ યોજવો વગેરે બાબતોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

 આ બેઠકમાં સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી સહિત સંબધિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

રિપોર્ટર : દિનેશ ચમાર, મહિસાગર 

 

Related posts

Leave a Comment