લુણાવાડા તાલુકા પંચાયત કચેરી કમ્પાઉન્ડ ખાતે રાખી મેળો યોજાયો

હિન્દ ન્યુઝ, લુણાવાડા 

    ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લી ગાંધીનગર ગુજરાત સરકાર ધ્વારા નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન (NRLM) મિશન મંગલમ યોજના હેઠળ ગ્રામ વિકાસ વિભાગ હેઠળ મહીસાગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા જિલ્લા કક્ષાનો રક્ષાબંધન પર્વ નિમિત્તે આયોજીત રાખી મેળો– ૨૦૨૩ તાલુકા પંચાયત કચેરીના કમ્પાઉન્ડમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી જયંતીકાબેન પટેલ અને તાલુકા વિકાસ અધિકારી પી.એ.ચૌહાણના હસ્તે દિપ પ્રાગટય અને રીબીન કાપી ઉદ્દઘાટન કરવામા આવ્યું.

    સરકાર ધ્વારા અને જી.એલ.પી.સી ગાંધીનગર ધ્વારા રાજયમાં મહિલાઓના સશકિતકરણ અને ગ્રામીણ આજીવિકા મિશન હેઠળના સ્વસહાય જુથો ને કૌશલ્ય તાલીમ મેળવેલા બહેનો ધ્વારા આજીવિકા મેળવવાના અર્થે રક્ષાબંધન પર્વ નિમિતે રાખી મેળો – ૨૦૨૩ યોજવાનું નક્કી કરવામાં આવ્યું જે અન્વયે લુણાવાડા ખાતે રાખી મેળાનું આયોજન તા – ૨૨/૦૮/૨૦૨૩ થી ૨૮/૦૮/૨૦૨૩ સુધી નું આયોજન કરવામાં આવેલ છે.

 

  આ કાર્યકમ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના એ.પી.એમ.ડી હરીશચન્દ્રસિહ હજુરી, ડી.ડી.ભમરીયા, મોટી સંખ્યા માં સ્વસહાય જુથની બહેનો , તમામ તાલુકાના લાઈવલીહુડ મેનેજરઓ અને મિશન મંગલમ નો સ્ટાફ ઉપસ્થીત રહયો હતો.

 

Related posts

Leave a Comment