દિયોદર કોવિડ 19 કેર સેન્ટર માં છેલ્લા 15 દિવસ માં 107 દર્દી માંથી 59 દર્દીઓ સાજા થયા

હિન્દ ન્યૂઝ, દિયોદર

    દિયોદર માટે એક સારા સમાચાર છે. જેમાં કોરોના વાઈરસ ની ગંભીર પરિસ્થિતિ વચ્ચે દિયોદર રેફરેલ હોસ્પિટલ કોવિડ 19 કેર સેન્ટર માં 107 દર્દીઓ માંથી 59 દર્દીઓ સાજા થઈ ઘરે પરત ફર્યા છે. જેમાં હજુ 17 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જેમાં રેફરેલ હોસ્પિટલમાં કોરોના વોરિયર્સ તરીકે સેવા આપતા અધિક્ષક બ્રિજેશ વ્યાસ,તેમજ ડોકટર પ્રતીકભાઈ રાઠોડ અને તમામ નર્સ અને સ્ટાફ નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. જેમને 24 કલાક દર્દીઓ વચ્ચે ખડેપગે રહી દર્દીઓ ની સારવાર કરી છે આ બાબતે બ્રિજેશ વ્યાસે જણાવેલ કે આવી પરિસ્થિતિ માં લોક ભાગીદાર અને સેવાભાવી લોકો ની મદદ થી કોવિડ 19 કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું અને છેલ્લા 15 દિવસ માં 107 દર્દીઓ એ આ હોસ્પિટલમાં સારવાર લીધી છે. જેમાં 59 દર્દીઓ પુરે પુરા સ્વચ્છ સાજા થઈ ઘરે પરત ફર્યા છે. હું આનંદ અનુભવું છું કે 24 કલાક ડો.પ્રતીક રાઠોડ ની ટિમ સેવા માટે ખડેપગે રહી અને સેવાભાવી લોકો જે છે. તેમનો પણ આભાર વ્યક્ત કર્યો હતો બીજી તરફ વધુ માં જણાવેલ કે આવી પરિસ્થિતિ માં દિયોદર ના મીડિયા કર્મીઓ પણ પોતાની ફરજ નિભાવી છે. તેમની જવાબદારી વચ્ચે અહીં હોસ્પિટલમાં સેવા માટે મદદ રૂપ થયા છે. બીજી તરફ માનવતા ગ્રુપ નો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને દરેક લોકો ને રસી લેવા આહવાન કર્યું હતું.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment