નેશનલ લોક અદાલત તા.૦૮-૦૫-૨૦૨૧ યોજવામાં આવનાર હતી જે હાલ કોવિડ-૧૯ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી મુલતવી રાખવામાં આવેલ છે

હિન્દ ન્યૂઝ, નડિયાદ

     નામદાર ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદના આદેશ અનુસાર ખેડા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય, નડિયાદના અધ્યક્ષ એલ.એસ.પીરઝાદાની સુચના મુજબ જિલ્લા અદાલત નડિયાદ તથા તમામ તાલુકાની કોર્ટ, નડિયાદ, ડાકોર, ઠાસરા, કપડવંજ, ખેડા, માતર, મહેમદવાદ, મહુધા, કઠલાલ, વસો, સેવાલીયા મુકામે તા.૦૮-૦૫-૨૦૨૧ ના રોજ નેશનલ લોક અદાલત યોજવામાં આવનાર હતી. જે હાલ કોવિડ-૧૯ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી મુલતવી રાખવામાં આવેલ છે. હવે પછી નેશનલ લોક અદાલત તા. ૧૨-૦૬-૨૦૨૧ ના રોજ યોજાનાર છે. નેશનલ લોક અદાલતમાં જે કોઇ પક્ષકારના-સંસ્થાઓના મોટર અકસ્માત વળતરના કેસો, દિવાની કેસો, સમાધાન લાયક ફોજદારી કેસો, ફેમિલી કોર્ટના તથા અન્ય લગ્ન વિષયક કેસો તથા બેંક, એમ.જી.વી.સી.એલ., ફાઇનાન્સ કંપનીઓ વગેરેના પ્રીલીટીગેશન કેસો મુકવામા આવનાર હતા તે હવે પછી તા. ૧૨-૦૬-૨૦૨૧ના રોજ રાખવામાં આવશે. જેની નોંધ તમામ પક્ષકારો-વકીલો તેમજ સંસ્થાઓએ લેવી. વધુ માહિતી માટે જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, જિલ્લા અદાલત, નડિયાદનો રૂબરૂ અથવા ફોન નં (૦૨૬૮) ૨૫૫૧૮૩૮ ઉપર સંપર્ક કરવો.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment