સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વોર્ડ નં.૪માં અંદાજીત રૂ/-૩૯.૯૧ લાખના ખર્ચે બનનારા રસ્તાના કામનું ખાતમુહર્ત કરી લોકોની સુખાકારીમાં વધારો કરતાં રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્વસિંહ જાડેજા

જામનગર તા. ૧૩ ડિસેમ્બર, અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્વસિંહ જાડેજાએ આજરોજ શહેરના મહાનગરપાલિકાના વોર્ડ નં.૪માં ઈન્દિરા સોસાયટી ૭/એ અને સાંઇ પાનથી ખડખડનગર સ્કુલ મેઈન રોડ વાયા એસ.ટી.પી. રોડ પાસે સી.સી.રોડ/સી.સી.બ્લોકનું કામ અંદાજીત ખર્ચ રૂ.૩૯.૯૧ લાખના ખર્ચે બનનારા રસ્તાના કામનું ખાતમુહર્ત કરી લોકોની સુખાકારીમાં વધારો કરવાના વિકાસ કાર્યનો શુભારંભ કરાવેલ હતો. આ વિકાસ કાર્ય સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના-૨૦૧૯/૨૦ની મુખ્યમંત્રી શહેરી સડક યોજનાની ગ્રાન્ટ અંતર્ગત થનાર છે.
આ તકે તેમની સાથે મેયરશ્રી હસમુખભાઈ જેઠવા, જામનગર મહાનગરપાલીકાના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનશ્રી સુભાષ જોષી, દંડકશ્રી જડીબેન, શહેર ભાજપ મહામંત્રીશ્રી વિમલભાઇ કગથરા, વોર્ડના પ્રમુખશ્રી વિજયસિંહ ગોહીલ, કોર્પોરેટરશ્રીઓ કેશુભાઈ માડમ, જયેન્દ્વસિંહ ઝાલા સ્થાનિક આગેવાનશ્રીઓ આઇ.કે.જાડેજા, સામતભાઇ પરમાર, જયરાજસિંહ જાડેજા,જિતુભાઇ શિંગાળા, પૃથ્વીરાજસિંહ ઝાલા, ગજેન્દ્રસિંહ જાડેજા, શૈલેન્દ્રસિંહ વાઢેર તથા તે વિસ્તારના અગ્રણીઓ અને નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા અને તેમના વિસ્તારમાં થઇ રહેલા વિવિધ વિકાસના કાર્યને હર્ષભેર વધાવી લઇ અને રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાનો આભાર માન્યો હતો.

Related posts

Leave a Comment