ગોંડલ પાસે ર૭ લાખનો દારૂ ભરેલ કન્‍ટેનર પકડાયું

દારૂ અને ટેન્‍કર સહિત ૩૪ લાખનો મુદ્દામાલ કબ્‍જે : હરીયાણાની દારૂ ભરેલ ટેન્‍કરનો ડ્રાઇવર રાજસ્‍થાનની વિજય શર્માએ સંભાળ્‍યો’તો અને જુનાગઢ પંથકમાં આપવાનો હતો : તપાસ એલસીબીને સોપાઇ

  શિયાળાની ઠંડકમાં પ્‍યાસીઓના કોઠા ગરમ કરવા બુટલેગરોએ દોડધામ શરૂ કરી હોય તેવામાં ગોંડલ હાઇવે પર સ્‍ટેટ વિજિલન્‍સ ટીમે વિદેશી દારૂનો જથ્‍થો ભરેલ કન્‍ટેનર પકડી પડી રૂ. ૩3,95,700 લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરતા બુટલેગરોમાં ફફડાટ વ્‍યાપી જવા પામ્‍યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે ઉમવાડા ચોકડી પાસે સ્‍ટેટ વિજિલન્‍સ ટીમે હરિયાણા પાસિંગની ણ્‍ય્‍૭૪ ખ્‍ ૬૬૦૧ ઉપર શંકા જતા તલાશી લેતા તેમાં વિદેશી દારૂની બોટલ નંગ ૭૧૮૮ કિંમત રૂ. ૨૩૭૧૨૦૦ જથ્‍થો મળી આવતા ડ્રાઈવર વિજય શર્મા રહે જમ્‍મુ કાશ્‍મીરની અટક કરી કાર્યવાહી હાથ ધરી હતી પોલીસ સૂત્રોએ જણાવ્‍યું હતું કે અંદાજે આ કન્‍ટેનરમાં ૭૦૦ પેટી જેવો વિદેશી દારૂ સંદ્યરવામાં આવ્‍યો હતો. વિદેશી દારૂનો જથ્‍થો ક્‍યાંથી ક્‍યાં લઈ જવામાં આવી રહ્યો હતો તે અંગે પોલીસે ડ્રાઈવરની પૂછપરછ શરૂ કરી છે. પ્રાથમીક પૂછપરછ માં આ જથ્‍થો સોની ,સોનુ અને ક્રિષ્‍ના નામના શખ્‍સો એ મોકલ્‍યો હોય તેના મોબાઈલ નંબર પર થી પોલીસે શોધ શરૂ કરી છે. પોલીસે ૧૦ લાખ ની કિંમત સાથે કુલ રૂ. ૩3,95,700 લાખ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્‍યા મુજબ દારૂ ભરેલ ટેન્‍કર હરીયાણાની નીકળ્‍યું હતું અને પકડાયેલ ડ્રાઇવરે રાજસ્‍થાનથી તે સંભાળ્‍યું હતું. આ દારૂનો જથ્‍થો જુનાગઢ પંથકમાં આપવાનો હતો પરંતુ કોને આપવાનો હતો ? તે અંગે તપાસ હાથ ધરાઇ છે.
દરમિયાન રૂરલ એસ.પી. બલરામ ઝાલાએ આ દારૂ પ્રકરણની તપાસ એલસીબીને ધમધમાટ શરૂ કર્યો છે.
રિપોર્ટર : પૃથ્વીરાજસિંહ જાડેજા (ગોંડલ)

Related posts

Leave a Comment