લવ જીહાદ રોકવા બાબતે ડીસા હિન્દુ યુવા સંગઠનના કાર્યકર્તાઓ મેદાનમાં

ડીસા

બનાસકાંઠા જિલ્લા તથા સમગ્ર રાજ્યમાં હિન્દી યુવા સંગઠનો દ્વારા એક નવતર પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં આપણા હિન્દુ ધર્મ ની બેન દીકરી ને કેટલાક લઘુમતિ કોમના યુવકો ખોટી રીતે પજવણી કરી અને પ્રેમમાં ફસાવી આવા કૃત્ય કરતા હોય છે. જે બાબતે ગતરોજ હિન્દુ યુવા સંગઠન દ્વારા કાર્યકર્તાઓ એવા મનોજભાઈ ઠાકોર, નટવરજી ઠાકોર, હિતેશભાઈ રાજપુત, જીતુભાઈ ગોસ્વામી, પૂજન જોશી દિનેશભાઈ લોધા, કૌશિક સાધુ, લાલાભાઇ, પીન્ટુભાઇ અને પ્રતીક રાઠોડ દ્વારા ડીસા શહેરના મુખ્ય માર્ગો પર એક કમ્પ્લેન બોક્સના લગાડવામાં આવ્યું છે. જેમાં કેટલાક લઘુમતિ કોમના યુવકો ખોટી રીતે યુવતીઓને છેડતી કરતા હોય છે. જે બાબતનું કમ્પ્લેન બોક્સ ડીસા શહેરના મુખ્ય માર્ગો પર લગાડવામાં આવ્યા છે. જેમાં જે કોઈ આમાં કમ્પ્લેન બોક્સમાં ચિઠ્ઠી નાખશે તેનું નામ પણ ગુપ્ત રાખવામાં આવશે.

એહવાલ : કંચનસિંહ વાઘેલા, ડીસા

Related posts

Leave a Comment