ડીસાની સાર ટાઉનશીપ માંથી કુટણખાનું ઝડપાયું

ડીસા

બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા શહેરમાં આજરોજ ડીસા શહેર ની સાર ટાઉનશીપ માંથી ઉત્તર પોલીસે દેહવેપાર ના ધંધા કરતા કુટણખાનું ઝડપી પાડયું હતું અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જ્યારે આ કુટણખાનામાં પોલીસે ડમી ગ્રાહક મોકલી આકસ્મિત રેડ પાડી સમગ્ર કુટણખાનાનો પર્દાફાશ કર્યો હતો. જેમાં કૂટણખાના ચલાવતા ઘરમાંથી પોલીસે કોન્ડમ કીટ મોબાઇલ સહિત કુલ રૂપિયા 20,500 મુદ્દામાલ જપ્ત કરી નાયબ પોલીસ અધિક્ષક ડૉ.કુશલ ઓઝાએ આરોપીઓ સામે ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

રિપોર્ટર : કંચનસિંહ વાઘેલા, ડીસા

Related posts

Leave a Comment