અરવલ્લી
પોલીસ મહાનીર્દેશક અને મુખ્ય પોલીસ અધીકારી (ડી.જી.પી.) ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓ દ્વારા તેમજ અભય ચડુાસમા પોલીસ મહાનીરીક્ષક ગાંધીનગર વિભાગ ગાંધીનગર નાઓએ આપેલ સચૂનાઓ મજુબ સંજય ખરાત પોલીસ અધીક્ષક અરવલ્લી, મોડાસા નાઓ દ્વારા અરવલ્લી જીલ્લામાં પ્રોહી અંગે અસરકારક કામગીરી કરવા માર્ગદર્શન અને સુચનાઓ આપવામાં આવેલ. જેમાં ઉપરોકત સચૂનાઓ અને માર્ગદર્શન મુજબ આર.કે.પરમાર, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી
અરવલ્લી નાઓની સચૂના મુજબ એલ.સી.બી.સ્ટાફના માણસો (૧) એ.એસ.આઇ અનિલકુમાર
અંબાલાલ (ર) અ.હે.કો ઇમરાનખાન નજામિયા (૩) અ.હે.કો સંજયકુમાર મણીલાલ (૪) અ.હે.કોન્સ.પ્રમોદકુમાર સુખદેવપ્રસાદ (૪) ડ્રા.આ.હે.કો.પ્રવીણસિંહ મોહનસિંહ નાઓ આજરોજ
મોડાસા રૂરલ પો.સ્ટે.વિસ્તારમાં પ્રોહી પેટ્રોલીંગ તેમજ નાકાબંધી માં હતા. તે દરમ્યાન રાજસ્થાન તરફથી એક સેવરોલેટ કંપનીની કાર ટોલટેક્ષ પસાર કરીને આવતાં ચેક કરતાં જેમાં ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની પેટીઓ નંગ: ૧૯ કવાટરીયા/પાઉચ કુલ નગં: ૯૧૨ કિં.રૂ.૯૧,૨૦૦/- કાર કિં.રૂ.ર૦૦,૦૦૦/-
ના મળી કુલ મુદ્દામાલ કિં.રૂ.૨,૯૧,૨૦૦/- તથા એક આરોપી કદનેશભાઇ આસુરામ મેવાડા (કલાલ) રહે. કલાલખડી, તા.રાયપુર, જી.ભીલવાડા (રાજસ્થાન) નાઓ મળી આવેલ હોઇ, જેના વિરુદ્ધમાં મોડાસા રૂરલ પો.સ્ટે.ધો રણસર કાર્યવાહી કરવામાં આવેલ છે. આમ અરવલ્લી જીલ્લા એલ.સી.બી. પોલીસ દ્વારા ચોકકસ બાતમી હકીકત અધારે સેવરોલેટ
કાર સાથે વિદેશી દારૂનો મોટો જથ્થો તથા એક આરોપી સાથે પકડી પાડવામાં સફળતા સાંપડેલ છે.
રિપોર્ટર : મુન્ના ખાન પઠાણ, મોડાસા