જામનગર કે.વી.રોડ ખાતે “શ્રી અંગારક વ્રત પૂજન” નું આયોજન કરવામાં આવ્યું હતું

શ્રી સૂર્યદેવને ગ્રહ મંડળના રાજા કહેવાય છે. પરંતુ સાંસારિક સુખ માટે શ્રી મંગળના ગ્રહ દેવતા જેને “અંગારક” કહેવાય છે. તે જ શ્રેષ્ઠ છે, કેમકે આયુ, આરોગ્ય, સુખ, પુત્ર પ્રાપ્તિ માટે તેની કૃપા અનિવાર્ય માનવામાં આવે છે. શ્રી અંગારક ઋણહર્તા એવં પુત્રસંતાન કારક છે.
કપાલી જિયો કોસ્મિક રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા માગશર શુક્લ ભૌમવારે(મંગળવાર) શ્રી દયાશંકર બ્રહ્મ પુરી કે.વી.રોડ ખાતે “શ્રી અંગારક વ્રત પૂજન” નું આયોજન કરવામાં આવ્યું હતું. સુશ્રી.વિનીતા જોશી દ્વારા વિશિષ્ટ સ્કંદ પુરાણમાં ઉલ્લેખન કરવામાં આવ્યું. આ વ્રતના સમાપનમાં યજમાનો પાસે ત્રણ રેખાઓને ઉન્માર્જિત કરવામાં આવી હતી. જેથી દુઃખ, દારિદ્ર્ય અને દુર્ભાગ્યનો નાશ થાય છે. પૂજનાન્તે પાઠશાળાના બ્રાહ્મણોને ભોજન કરાવવામાં આવ્યું. આ કાર્યક્રમમાં સંસ્થાના સભ્યો કુ.પૂજા ભાટીયા, શ્રી રાજેશ એમ. તથા શક્તિરાજ એ કાર્યભાર સંભાળ્યો તેમજ વિદ્વાન કર્મકાંડી શ્રી હિરેન મહારાજ દ્વારા પૂજા નું સંચાલન કરવામાં આવ્યું હતુ

Related posts

Leave a Comment