વિશ્વ સિંહ દિવસ-ર૦ર૧ – એશિયા ખંડની શાન સોરઠના સાવજ-સિંહના જતન-સંવર્ધન-જનજીવનમાં સ્વીકૃતિ અંગેની જાગરૂકતા કેળવવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું આહવાન

હિન્દ ન્યુઝ, ગાંધીનગર

વિશ્વ સિંહ દિવસે મુખ્યમંત્રી વર્ચ્યુઅલ ઉજવણીમાં સહભાગી થયા, રાજ્યમાં પાંચ વર્ષમાં સિંહની સંખ્યામાં ર૯ ટકાની વૃદ્ધિ-રાજ્યમાં સિંહ વધીને ૬૭૪ થયા, એશિયાઇ સિંહના સંરક્ષણને અગ્રતા આપી પ્રધાનમંત્રીએ લાયન પ્રોજેકટની જાહેરાત કરેલી છે. ગુજરાત સરકારે સિંહોના આરોગ્ય સંરક્ષણ જતન માટે સાસણમાં અદ્યતન લાયન હોસ્પિટલ-લાયન એમ્બ્યુલન્સની સુવિધા આપી છે. સિંહોના આનુવાંશિક ગુણો જાળવી રાખી સિંહ પ્રજાતિના સંવર્ધન માટે સૌરાષ્ટ્રમાં ત્રણ જિન પૂલ શરૂ કર્યા. સાસણ ગીરમાં સ્ટેટ ઓફ ઘ આર્ટ હોસ્પિટલ અને ડીસીઝ ડાયગ્નોસ્ટીક રિસર્ચ સેન્ટરની સ્થાપના આવનારા દિવસોમાં કરવા નક્કી કરેલ છે.

Related posts

Leave a Comment